Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મિસ બમબમની સ્‍પર્ધકે ઉતરાવ્‍યો ૭૫ લાખ રૂપિયાનો હિપ્‍સનો વીમો

લંડન,તા. ૫ : પોર્ટુગલમાં રહેતી એક મહિલાએ આ વર્ષના અંતે યોજાનારી એક સ્‍પર્ધા પહેલાં તેના હિપ્‍સનો ૭૮,૦૦૦ પાઉન્‍ડ (અંદાજે ૭૫ લાખ રૂપિયા)નો વીમો ઉતરાવ્‍યો છે. લારિસા મેક્‍સિમાનો મિસ બમબમ ૨૦૨૨ની સ્‍પર્ધક છે, જે હિપ્‍સને લગતી વિશ્વની એક ટોચની ઇવેન્‍ટ  છે. લારિસા પોર્ટુગલમાં ડીજે, ગાયક, ગીતકાર અને ફલાઇટ અટેડન્‍ટ તરીકે કામ કરે છે એથી તેને માટે તેના હિપ્‍સને અકસ્‍માતથી બચાવવું જરૂરી છે. લારિસાએ કહ્યું કે ‘આ પ્રકારનો વીમો લેવામાં આવ્‍યો હોય એવી આ કંઈ પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નહીં હોય. મારા માટે હિપ્‍સ મારી સૌથી મહત્ત્વની સંપત્તિ છે. જો વળી આ હરીફાઈ હું જીતી જાઉં તો મારા હિપ્‍સનું મૂલ્‍ય ત્રણ ગણું થઈ જશે.'

હિપ્‍સને સરખી રાખવા માટે લારિસા સતત કામ કરે છે, જેમાં એના પર નિયમિત રીતે ક્રીમ અને બામ લગાવવા ઉપરાંત સપ્તાહમાં બે વખત દોઢ કલાક સુધી હિપ્‍સની વિવિધ કસરત કરે છે. કોઈ સ્‍પર્ધકે હિપ્‍સનો વીમો ઉતરાવવાની આ કંઈ પહેલી ઘટના નથી. ગયા વર્ષે વિજેતા રહેલી નાથી કિહારાએ હિપ્‍સનો ૧.૨ મિલ્‍યન ડોલર (અંદાજે ૧૦ કરોડ રૂપિયા)નો વીમો ઉતરાવ્‍યો હતો. મિસ બમબમ સ્‍પર્ધા દર વર્ષે બ્રાઝિલના સેન પાઓલોમાં યોજાય છે અને એમાં દુનિયાભરમાંથી સ્‍પર્ધકો ભાગ લેવા આવે છે. 

(10:16 am IST)