Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

તમારે નિરંતર આરોગ્યપ્રદ રહેવું છે ? તો મિત્રો સાથે વધુ સમય વિતાવો

એકલતા ભોગવતા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધે છે

પોતાના આરોગ્યના સુધારવા માટે જયારે કોઇ માણસ વિચારે છે ત્યારે તે કૌટુંબિક માર્ગ શોધે છે જેમ કે સારો ખોરાક, કસરત, સારી ઉંઘ અથવા વધુ પાણી પીવું આ દરેક ટેવો અગત્યની જ છે પણ તે બધાથી શારિરીક આરોગ્યને ફાયદો થાય છે. પણ એક રીસર્ચ એવું કહે છે કે સશકત શરીરથી સામાજીક આરોગ્ય નથી સુધરતું જે પણ એટલું જ જરૂરી છે.

તાજેતરમાં જ PLOS ONE માં પ્રગટ થયેલા એક અભ્યાસ અનુસાર કોઇ પણ વ્યકિતનું સામાજીક વર્તુળ કેવું છે અને કેટલું છે તેના પરથી તેના સ્ટ્રેસ, આનંદ અને મોજીલા રહેવાની ધારણા કરી શકાય છે. જેવી રીતે તમારા સ્વાસ્થ્યની માહિતી તમારા શારિરિક શ્રમ, હાર્ટરેટ અને ઉંઘ પરથી મળે છ.ે

આ અભ્યાસના સહલેખક અને નોત્રેદેમ યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગ અને કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર નિલેશ ચાવલા કહે છે. ''હું કેટલો ભણેલ છું, હું કોણ છું, હું શું કરૂ છુ઼, મારૂ સોશ્યલ નેટવર્ક વગેરે બાબતો આ માપદંડોમાં કંઇ અસર નથી કરતી પણ મારી જીવન શૈલી, મારો આનંદ અને મારૃં સામાજીક નેટવર્ક હું કેટલો ખુશ છું તે નકકી કરે છે.''

ચાવલાની થીયરીને આ પહેલાના ઘણા રીસર્ચો સમર્થન આપે છે. ઘણા બધા અભ્યાસોનું તારણ છે કે સામાજીક ટેકો પછી તે મીત્રો, કુટુંબીજનો અથવા પતિ/પત્ની પાસેથી મળતો હોય તે સારા માનસીક અને શારિરિક આરોગ્ય સાથે સંકળાયેલો છે. એક સારૃં સામાજીક જીવન સ્ટ્રેસનું લેવલ ઘટાડી શકે છે, મુડ સુધારી શકે છે, પોઝીટીવ આરોગ્ય વિષયક વર્તણુંકોને પ્રોત્સાહન આપે છે, નુકસાન કારક પ્રવૃતિઓ ઘટાડે છે, માંદગીમાં સાજા થવાનો દર વધારે છ.ે

અભ્યાસ એમ પણ કહે છે કે સામાજીક અતડાપણું ગંભીર રોગો અને માનસીક આરોગ્યની સ્થિતીમાં જોખમનો દર વધારેછે. એકલતા અનુભવતા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધી જાય છે જે વધારાની આરોગ્ય વિષયક તકલીફો ઉભી કરે છે. હાલમાં જ અમેરિકામાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અર્ધાથી વધારે અમેરિકક્ષ લોકો પછી તે કોઇ પણ ઉમરના હોય એકલતા અનુભવે છે.

(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:39 pm IST)