Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મેદસ્વિતાને લીધે એક-બે નહીં પણ ૧૩ પ્રકારના કેન્સર થાય છે

કેન્સર માટે સ્મોકિંગથી પણ વધુ જવાબદાર છે મેદસ્વિતા

નવી દિલ્હી, તા.પઃ તાજેતરમાં જ થયેલી એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, મેદસ્વિ લોકોને કેન્સર થવાનો ખતરો ધૂમ્રપાન કરનારા લોકોની તુલનામાં દ્યણો વધુ હોય છે. યુકેના કેન્સર રિચર્ચ તરફથી આ સ્ટડી કરાવવામાં આવી હતી. સ્ટડી અનુસાર, યુકેના આશરે એક તૃતિયાંશ લોકો મેદસ્વિતાના શિકાર છે. જયારે સ્મોકિંગ હજુ પણ એક કારકોમાં શામેલ છે જેને રોકી શકાય છે.

યુકેમાં દર વર્ષે સ્મોકિંગની તુલનામાં પેટના કેન્સરના ૧૯૦૦ કેસો સામે આવે છે જેનું કારણ લોકોનું રોજેરોજ વધતું વજન છે. મોટાપાને કારણે કિડનીનું કેન્સર, ઓવરીનું કેન્સર અને લિવરના કેન્સરના કેસ પર ઝડપથી વધી રહ્યાં છે.

શરીરમાં રહેલો એકસ્ટ્રા ફેટ દિમાનગને સિગ્નલ મોકલે છે કે તેને સેલ્સને જલ્દી-જલ્દી અને વધુ વિભાજીત કરવાની જરૂર છે અને આનાથી સેલ્સને નુકસાન પહોંચે છે અને કેન્સરનો ખતરો અનેક ગણો વધી જાય છે. કેન્સર અને મેદસ્વિતા વચ્ચેના સંબંધ અંગે જાગૃતતા ફેલાવવાની જરૂર છે.

આ સ્ટડીમાં તમ્બાકુની તુલના ખાવા સાથે કરવામાં નથી આવી પણ ધૂમ્રપાન અને મોટાપાની તુલના કરવામાં આવી છે જેથી લોકોને હેલ્ધી હેબિટ્સ અપનાવવા માટે પ્રેરિત કરી શકાય. આ સ્ટડીના અનુસંધાનકર્તા મિશેલ કહે છે કે, 'સ્મોકિંગ રેટ ભલે ઘટી રહ્યો હોય પણ મોટાપાના રેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેની સીધી અસર નેશનલ હેલ્થ ક્રાઈસિસ પર દેખાઈ રહી છે. આપણા બાળકો આવનારા સમયમાં ભલે સ્મોક-ફ્રી વાતાવરણમાં રહે પણ બાળપણમાં જ મેદસ્વિતાની સમસ્યા તેમને ઘણી બધી બીમારીઓ તરફ ધકેલી રહી છે.'

વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી એ વાત સાબિત કરી દીધી છે કે, મેદસ્વિતાને લીધે એક-બે નહીં પણ ૧૩ પ્રકારના કેન્સર થાય છે. આથી આ બાબતે વધુ રિસર્ચ કરવાની જરૂર છે કે, કેવી રીતે શરીરનો એકસ્ટ્રા ફેટ કેન્સર માટે જવાબદાર છે.

(1:15 pm IST)