Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સાપ ઉંદરને તાણી ગયો

 માન્યમાં ન આવે એવી ઘટના ચીનમાં બની છે. ચાઇનીઝ વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ પીઅર પર એક વિડિયો અપલોડ થયો છે. જેમાં એક ઉંદર અને સાપ વચ્ચે જંગ જામે છે. આવું સાંભળીને સાપ ઉંદરને ખાઇ ગયો હશે એવું ધારી લેવાનું મન થાય એ સ્વાભાવિક છે, પણ વિડિયોમાં થાય છે સાવ જ ઊલટું. ઉંદર પાછળથી સાપના શરીર પર બે-ત્રણ વાર બચકાં ભરી લે છે. ઘાયલ થયેલું સાપનું બચ્ચું ત્વરાથી સળવળી શકયું નથી અને એનો લાભ લઇને ઉંદર એને ઢસડીને ઝાડીની અંદર ખેંચી જાય છે.

(4:50 pm IST)