Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

તમારું શરીર કેટલું ગંધાય છે એ કહી આપશે આ જેપનીઝ ગેજેટ

ટોકીયો તા.૫: શરીરમાંથી ગંધ આવવી એ બહુ અંગત અને મુકતપણે ચર્ચી ન શકાય એવો વિષય રહયો છે, પરંતુ આ સમસ્યાના નિવારણ માટેની પ્રોડકટ્સનું માર્કેટ તમે કલ્પ્યું પણ ન હોય એટલું વિશાળ છે. ઘણા લોકોને ખબર જ નથી પડતી કે તેમના બોડીમાંથી અસહ્ય વાસ આવી રહી છે. બીજાના શરીરમાંથી આવતી વાસ તમને તરત ખબર પડે છે, પણ ખુદના શરીરની સ્મેલનો અંદાજ આવવો મુશ્કેલ છે. જેપનીઝ કંપનીએ તાનિતા નામનું એક ડિવાઇસ તૈયાર કર્યુ છે. આ મશીન તમારા બોડીમાંથી કેટલી તીવ્ર સ્મેલ આવી રહી છે એ કહે છે. બગલ, ગરદન અને જોઇન્ટ્સમાં આ મશીન ફેરવવાથી એ ૦ થી ૧૦ના સ્મેલ પરનો આંકડો બતાવશે. શૂન્ય આંકડો હોય તો શરીરમાંથી જરાય ખરાબ વાસ નથી આવતી એવું કહેવાય. જેમ-જેમ આંકડો દસ તરફ વધતો જાય એમ-એમ સમજી લેવાનું કે શરીર બદબુથી ગંધાઇ રહ્યું છે.

નવાઇની વાત એ કે આ ડિવાઇસ શરીરમા઼થી પેદા થતી નેચરલ સ્મેલ કે પફર્યુમની સ્મેલને કેચ નથી કરતું. જયારે તમે ચોક્કસ સ્મેલવાળું પફર્યુમ વધુ માત્રામાં છાંટીને વધુ પડતાં મધમધતાં હો તો એ આ ડિવાઇસ પકડી લે છે. (૧.૧૪)

(4:50 pm IST)