Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

તમારા ઘરમાં પણ કોક્રોચ છે?

કોઈ લોકો નથી ઇચ્છતા કે તેના ઘરમાં કોક્રોચ ફરતા હોય. તે પોતાની સાથે કેટલીય બીમારીઓ લઈને આવે છે અને ઘરના સભ્યોને બીમાર કરે છે. એવામાં જરૂરી છે કે તમે તેને તમારા ઘરથી દૂર રાખો. તો જાણી લો કોક્રોચને ઘરમાંથી દૂર કરવાના ઉપાય.

લવીંગ કોક્રોચને દૂર ભગાડવામાં ખૂબ જ અસરકારક છે. તેના માટે તમે લવિંગને તમારા રસોડાના કબાટમાં રાખો. જેથી કોક્રોચ ત્યાં નહિં જાય.

આ ઉપરાંત તમે રેડ વાઈનને ત્યા રાખી દો, જ્યાં કોક્રોચનું આતંક સૌથી વધુ રહેતો હોય. પાવડરવાળી ખાંડમાં તમે બોરીક એસીડ મિકસ કરી વાટકા કે બોટલાના ઢાંકણામાં ભરી રાખી દો. તમે માત્રા પાવડર ખાંડને પણ રાખી શકો છો.

ઇંડાની છાલથી પણ કોક્રોચ ઘરથી દૂર રહે છે. ઈંડાની છાલને રસોડાના કબાટ કે પાણીયારા ઉપર રાખો. જેનાથી કોક્રોચ રસોડામાં આવશે નહિં.

(9:27 am IST)