Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

હૃદયને સ્વસ્થ રાખે છે હળદરનું તેલ

હળદર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પણ શું તમે જાણો છો કે માત્ર હળદર જ નહિં પરંતુ, તેનું તેલ પણ આપણા સ્વાસ્થ્યને કેટલાય ફાયદાકારક હોય છે. હળદરના તેલમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણ હોય છે, જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. હળદરનું તેલ શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં, રોગપ્રતિકારક શકિત વધારવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

૧. હળદરના તેલમાં ભરપૂર માત્રામાં એન્ટી એંફલેમેટરી ગુણ હોય છે. જે પગ અને માંસપેશીઓનો દુઃખાવો દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ હળદરના તેલથી માલીશ કરવાથી પગનું દર્દ દૂર થાય છે.

૨. હૃદયના દર્દીઓ માટે હળદરનું તેલ ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદરના તેલમાં બનાવેલ ખોરાક શરીરમાં રકતનો પ્રવાહ યોગ્ય રાખે છે. હળદરના તેલનું સેવન કરવાથી હાર્ટએટેક આવવાનું જોખમ ઓછુ થઈ જાય છે.

૩. હળદરના તેલમાં ભરપૂર માત્રામાં એન્ટી એંફલેમેટરી અને એન્ટી બાયોટીક ગુણ હોય છે. જે દાંત સાથે સંકળાયેલ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પેઢામાં સોજો આવવાથી ટૂથપેસ્ટમાં હળદરનું તેલ મિકસ કરી બ્રશ કરો. એવુ કરવાથી તમારા પેઢા અને દાંત સ્વસ્થ રહેશે.

(9:27 am IST)