Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આંખોના ડાર્ક સર્કલથી મેળવો મુકિત

આંખોની નીચે કાળા કુંડાળા તમારા ચહેરાની પાકૃતિક સુંદરતાને પણ છીનવી લે છે. ત્યારે મોટા ભાગની મહિલાઓ મેકઅપથી તેને છુપાવવાની કોશિશ કરે છે. પરંતુ, ડાર્ક સર્કલને છુપાડવાની બદલે મૂળમાંથી દૂર કરી દેવા જોઈએ.

ડાર્ક સર્કલને દૂર કરવા માટે અડધી ચમચી કાકડીનો રસ લઈ તેમાં ૨ ટીપા મધ, ૨ ટીપા બટેકાનો રસ અને ૨ ટીપા બદામનું તેલ વ્યવસ્થિત મિકસ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી આંખના નીચેના ભાગમાં લગાવો. નિયમીત રૂપે આ ઉપાય કરવાથી ડાર્ક સર્કલ ગાયબ થઈ જશે.

જ્યારે બટેકા પણ ડાર્ક સર્કલને દૂર કરે છે. બટેકાને પીસીને પાતળા કપડામાં રાખી, પોટલી જેવુ બનાવી લો. તેને આંખોની નીચેના ભાગમાં હળવા હાથે ઘસો.

આંખોની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. તેથી આંખોની નીચે હળવા હાથે આંગળીના ટેરવાથી મસાજ કરો. આ મસાજ પણ આંખોની સુંદરતા વધારવામાં મદદ કરે છે.

(9:27 am IST)