Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

થાઈલેન્ડની એક નદીમાં વહે છે સોનુ.....

નવી દિલ્હી: થાઈલેન્ડની એક નદીમાં સોનું વહે છે અને ત્યાંના લોકો સવારે ઉઠીને નદી કિનારે જાય છે, જ્યાં તેમને સોનું મળે છે. તે લોકો સોનું લાવીને તેને વહેંચી દે છે અને તે પૈસાથી પોતાનું ગુજરન ચલાવે છે. આ જગ્યા દક્ષિણ થાઈલેન્ડમાં છે અને તે મલેશિયા સાથે જોડાયેલો વિસ્તાર છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહેવામાં આવે છે અને લાંબા સમયથી અહીં ગોલ્ડ માઇનિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ કોરોનાવાઈરસ સંક્રમણના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થવાને કારણે આ જગ્યા લોકો માટે પૈસા કમાવવા માટે મહત્ત્વપૂર્ણ સાધન બની ગયું છે. હવે અહીંના લોકો કાદવમાંથી સોનું શોધીને કાઢી કહ્યા છે, એવું નથી કે અહીં ઘણું બધું સોનું છે અને લોકો બેગ ભરીને લઈ જાય. અહીં લાંબી મહેનત બાદ થોડા ગ્રામ સોનું મળી જાય છે. રિપોર્ટના અનુસાર, 15 મિનિટ સુધી કામ કર્યા બાદ એટલું સોનું મળી જાય છે કે તેનાથી એક દિવસનો ખર્ચો નીકળી શકે છે. ભારતમાં પણ એક આવી નદી છે, જ્યાંથી સોનું નીકળે છે. આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. આ નદીની આસપાસ રહેતા લોકો તેમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન કરે છે.

 

(5:23 pm IST)