Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોરોના બાદ અવકાશમાથી આવી રહી છે મોટી મુસીબત: નાસાએ આપ્યો અહેવાલ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ભારતમાં કોરોના સાથે ઘણી મુસિબતો સામે ઉભી છે. ત્યારે એક નવી મુસિબત સમગ્ર પ્લેનેટને લઇને સામે આવી રહી છે. હવે આકાશમાંથી એક મોટી મુસિબત આવી રહી છે. નાસાનાં સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડીઝે અહેવાલ આપ્યો છે કે ઘણા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી નિકળવાના છે અને તેની શરૂઆત 6 જૂનથી થશે.

                   નાસા કહે છે કે ઉલ્કાપિંડ 2002 એન.એન. 4 ની સંભવિત લંબાઈ 250-570 મીટર અને પહોળાઈ 135 મીટર છે જે સૂર્યની નજીકથી પસાર થતો પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી રહ્યો છે. રોક-163348 (2002 NN4) ઉલ્કાપિંડ શનિવારે પૃથ્વીની ભ્રમણકક્ષા પાસેથી જ્યારે રવિવારે સવારે 8:20 વાગ્યે પૃથ્વીની નજીકથી નિકળશે. તે 20,000 માઇલથી વધુની ઝડપે મુસાફરી કરી રહ્યું છે. એસ્ટરોઇડ્સ અન્ય એસ્ટરોઇડ્સનાં 90% જેટલા મોટા છે અને તેની તુલના ફૂટબોલ સ્ટેડિયમ સાથે કરવામાં આવે છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતા લંબાઈ વધારે હોઈ શકે છે. જ્યારે તે પૃથ્વીની નજીક હશે, ત્યારે તેનો માર્ગ આપણાથી ફક્ત 125 માઇલ દૂર રહેવાની સંભાવના છે. ડેલીસ્ટાર વેબસાઇટ અનુસાર, નાસાએ એસ્ટેરોઇડને એટેન ઉલ્કાપિંડનાં રૂપમાં વર્ગીકૃત કર્યું છે, જે સૂર્યની આજુબાજુ ખૂબ વિસ્તૃત કક્ષાની બહાર અવકાશ પથ્થર છે.

(6:24 pm IST)