Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

પાકિસ્તાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં કરી રહ્યા છે પગ પેસારો

નવી દિલ્હી: પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ હવે અફઘાનીસ્તાનમાં પગપેસારો કરી રહ્યા છે. કાબૂલમાં આતંકી પ્રવૃતિ વધારવા માટે પાકિસ્તાન દ્વારા આ નાપાક રણનીતિ ઘડવામાં આવી છે.

          તાજેતરમાં જ લશ્કર અને તાલીબાની જૂથોની સાથે કુનાર પ્રાંત અહમદુલ્લામાં તાલિબાનનાં શેડો ગવર્નર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આઈએસઆઈનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ખુલાસો ત્યારે થયો જયારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધો પર નજર રાખી રહેલી ટીમે અફઘાનીસ્તાનમાં સામેલ થનાર 6000-6500 વિદેશી લડાયકોની તપાસ શરૂ કરી.

(6:23 pm IST)