Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આ દેશમાં શાળાઓ ખોલવી સરકારને ભારે પડી: શિક્ષકો સહીત 260 બાળકો થયા કોરોના સંક્રમિત

નવી દિલ્હી: આ દુનિયાનો એક એવો દેશ છે, જ્યાં કોરોના વાયરસ ઘણાં હદ સુધી નિયંત્રણમાં છે. એ જ કારણ હતું કે આ દેશની સરકારે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં શાળાઓ ખોલી દીધી. સ્કૂલો ખોલી દીધા પછી દેશમાં 261 બાળકો અને સ્કૂલી સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. ત્યાર પછી આ દેશની સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. દેશમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો હતો. એપ્રિલમાં વધારે કેસો સામે આવવા લાગ્યા. આ દરમિયાન ત્યાં તપાસથી લઈ લોકડાઉન જેવા કડક નિર્ણયો લેવાયા. 30 એપ્રિલના રોજ ત્યાં 15,946 કેસો હતા. પણ આવતા 15 દિવસોમાં આ દેશમાં કોરોનાના માત્ર 600 કેસ જ આવ્યા. તેનાથી ઉત્સાહિત થઈ ત્યાંની સરકારે સ્કૂલો ખોલવાનો નિર્ણય લઈ લીધો.

(6:23 pm IST)