Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમેરિકામાં પાયલોટ્સ દ્વારા લોકોને વિમાનની ટિકિટ ખરીદવા માટે આ રીતે આજીજી કરવામાં આવી રહી છે

નવી દિલ્હી: કોરોનાના કારણે વિશ્વભરમાં એરલાઈન બિઝનેસને સૌથી મોટો ફટકો પડ્યો છે અને તે તબક્કાવાર ચાલુ થઇ છે પણ લોકો હજુ સંક્રમણના ભયને કારણે વિમાની પ્રવાસ ટાળી રહ્યા છે અને મોટાભાગની ફલાઈટો હજુ અંડર કેપીસીટી ઉડી રહી છે તે સમયે હવે યુરોપ અને અમેરિકામાં પાયલોટસ દ્વારા લોકોને ટોયલેટ પેપર ખરીદતા હો તે રીતે વિમાનની ટીકીટ ખરીદવા અપીલ કરી છે.

           વર્જિન એટલાન્ટીક એરલાઈનના પાયલોટ જે ફાંસમાં ઉડાન ભરે છે તે કેપ્ટન ક્રીસ પોહ કહે છે કે મારી 33 વર્ષની નોકરીમાં આવી કટોકટી જોઇ નથી. આવી સ્થિતિ બેલ્જીયન સ્થિત ક્રિસ્ટોફરની છે જેઓ એરલાઈન અને નોકરી બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે. તથા ઇન્સ્ટાગ્રામ અને ટવીટર એકાઉન્ટ પર વિમાનની ટીકીટ ખરીદવા માટે અપીલ કરી રહ્યા છે અને કહ્યું છે કે અમને જો બચાવી શકશો તો તમે જ છો.

(6:22 pm IST)