Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રશિયાના સાઈબેરિયામાં પાવર પ્લાન્ટમાંથી 20 હજાર ટન ડીઝલ ઢોળાય જતા નદીનું પાણી લાલ રંગનું થયું

નવી દિલ્હી: રશિયાના સાઈબેરિયામાં એક પાવર પ્લાન્ટમાંથી 20 હજાર ટન ડીઝલ ઢોળાયા બાદ નદીનું રંગ લાલ થઈ ગયું છે. ઓઈલ લીક થયા બાદ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. જે પ્લાન્ટમાંથી ઓઈલ લીક થયું છે તે સાઈબેરિયાના નોર્લિસ્ક શહેરમાં સ્થિત છે.

           પાવર પ્લાન્ટમાંથી ડીઝલ લીક થયા બાદ અંબરનાયા નદીમાં મળી ગયું હતું. જેનાથી નદીનું રંગ બદલાઈ ગયું છે. રશિયાના નિષ્ણાંત આ નદીને સાફ કરવા માટે યુદ્ધસ્તરે કામગીરી કરી રહ્યા છે. ત્યાંજ કેટલાક પર્યાવરણ નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે આ નદીને સાફ કરવાનો ખર્ચ 1.16 બિલિયન સુધી પહોંચી શકે છે. નદીને સાફ કરવી એ અઘરું છે.

(6:21 pm IST)