Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આ રહ્યો તમારો ઓર્ડર, ૨૦ સેકન્ડમાં લઇ લોઃ રોબો વેઇટર

લંડન,તા.૫:નેધરલેન્ડ્સની દાદાવાન રેસ્ટોરાંમાં કોરોના વાઇરસ પ્રેરિત લોકડાઉન હળવું થયા બાદ કર્મચારીઓની મદદ માટે અસામાન્ય કર્મચારીઓના જૂથને લાવવામાં આવ્યા છે, જે કોઈ માણસ નહીં, પરંતુ રોબો છે.

એમી, અકેર અને જેમ્સ નામના આ ત્રણ રોબોટિક વેઇટર્સ એશિયન-ફ્યુઝન રેસ્ટોરાંમાં ડ્રિન્કસ સર્વ કરવા ફરતા જોવા મળી રહ્યા છે. ચહેરા પર મુસ્કાન સાથે ડ્રિન્ક સર્વ કરવાની ટ્રે પકડેલા આ રોબો ટેબલ પર આવીને ટ્રેમાંથી ઓર્ડરના ડ્રિન્ક લઈ લેવા જણાવતાં બોલે છે કે તમારો ઓર્ડર ટ્રેમાંથી લઈ લો. ૨૦ સેકન્ડમાં હું પાછો જતો રહીશ. ગ્રાહકે ટ્રેમાંથી પોતાના ઓર્ડરનું ડ્રિન્ક જાતે જ લઈ લેવાનું હોય છે.

હાલમાં દાદાવાન રેસ્ટોરાંમાં આ વેઇટર્સ માત્ર ડ્રિન્કસ સર્વ કરશે. જોકે રેસ્ટોરાંનો માલિક જલદીથી તેમને અન્ય સેવાઓ માટે પણ ઉપયોગમાં લેવા માગે છે. આ નવા વેઇટર્સ આવવાથી માનવ વેઇટર્સની નોકરી જોખમમાં નથી મુકાવાની. જેમ કે માસ્ક પહેરેલા વેઇટર્સ રોબોની ટ્રેમાં ડ્રિન્કસ મૂકી જે ટેબલ પર સર્વ કરવાનું હશે એના નંબરનું બટન દબાવશે અને રોબો ગ્રાહક પાસે જઈને ફૂડ ડિલિવર કરશે.

(3:07 pm IST)