Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કમ્પાઉન્ડ-વોલમાં ડેકોરેટિવ ટાઇલ્સ તરીકે આઇફોન વપરાયા?

લંડન,તા.૫:હાલ ટિકટોકનો એક વિડિયો ચર્ચાનો  વિષય બન્યો છે. કમ્પાઉન્ડ-વોલમાં ડેકોરેટિવ ટાઇલ્સ તરીકે સેંકડો આઇફોન વપરાયા હોય એવું બતાવતા વિડિયોની ઓથેન્ટિસિટી વિશે પણ મતભેદ-વિવાદ છે. વિયેટનામના યુઝરે પોસ્ટ કરેલા વિડિયોના ૧૭ લાખ વ્યુઝ નોંધાયા છે. જે લોકો આઇફોનના નવા વર્ઝનમાં અપગ્રેડ કરાવી ન શકયા હોય અને સિકસ્થ જનરેશન આઇફોનથી ખુશ રહેતી હોય એ લોકો માટે આ આશ્યર્ય અને આંચકો લાગવા જેવો વિષય હતો. એ વિડિયો પોસ્ટ કરનારા ઘરના  માલિકને કદાચ એવું લાગ્યું કે ડેકોરેટિવ ટાઇલ્સરૂપે પથ્થર કે સિરેમિક ટાઈલ્સ કરતાં આઇફોન સિકસ વાપરવો વધુ યોગ્ય છે. વિડિયોની કમેન્ટ્સમાં કોઈએ કહ્યું છે કે એ કાંઈ સાચા આઇફોન નહીં હોય, આઇફોનનાં સ્ટિકર્સ હશે. જોકે વિડિયોના અમુક ભાગમાં ફેન્સ કે કમ્પાઉન્ડ-વોલમાં કયાંક-કયાંક અસ્સલ આઇફોન જડેલા હોય એવું લાગતું હતું. વિડિયોના ઓરિજિનલ પોસ્ટરમાં કોઈ સંદર્ભ ટાંકવામાં આવ્યો નથી. એ વિડિયો કયાંનો છે, એ ઘર અને એના આઇફોન ફેન્સ કયાં છે એની કોઈ સ્પષ્ટતા નથી. બધાં વર્ણનો વિયેટનામી ભાષામાં હોવાથી એ અગ્નિ એશિયાના કોઈક સ્થળનો વિડિયો હોવાની ધારણા રાખવામાં આવે છે.

(3:07 pm IST)