Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

Work From Home કરવાથી વધી ગયો છે ગરદન અને પીઠનો દુઃખાવો, રાહત આપશે સ્ટ્રેચિંગ એકસરસાઈઝ

આ સમયે દરેકની ભાગતી-દોડતી જીંદગીમાં જાણે એક બ્રેક લાગી ગયો છે. મજબૂરી સાથે ''વર્ક ફ્રોમ હોમ'' એ કામ સરળ કરી નાખ્યુ છે. કરવાથી કામ સરળ થઈ ગયું છે, પરંતુ તે જ સમયે ગળા અને કમરના દુખાવાની ફરિયાદો પણ બહાર આવી રહી છે. આ સમસ્યાનુ સમાધાન સ્ટ્રેચિંગ એકસરસાઈઝમાં છિપાયુ છે.

૧. અત્યારે ઓફિસનું તમામ કામ ઓનલાઇન થઈ રહ્યું છે. કલાકો સુધી ખુરશી પર બેસવું મજબૂરી છે, પરંતુ ગરદનનો તાણ શા માટે સહન કરવો ? આમાં 'નેક રોલ એકસરસાઈઝ' તમને આરામ આપશે. પીઠ સીધી રાખો અને તમારી ગરદન નીચે નમાવો. પાછળનો ભાગ સીધો રાખો અને તમારી ગળાને નીચે તરફ નમવો, પછી ધીમે ધીમે બધી દિશાઓમાં ફેરવો.

૨. કયારેક વિડિઓ કોલ, તો કયારેક ફોન કોલ. આખો દિવસ આમ જ પસાર થઈ જાય છે. પરિણામ પીઠ, ગરદન કે ખભામાં દુઃખાવો. ચેસ્ટ ઓપનર અભ્યાસ, ચેસ્ટ જ નહી ખભા અને બેક-પેઈનમાં પણ આરામ આપશે. તમારા હાથ પાછળ લઈ જાવ. શકય તેટલી છાતીને સામે લાવવાનો પ્રયાસ કરો. શ્વાસ સામાન્ય રાખો.

૩. ઘર અને ઓફિસમાં કામ કરતી વખતે ઘણી વાર વ્યકિતને ખભામાં ભારેપણું લાગે છે. આવી સ્થિતિમાં, શોલ્ડર સ્ટ્રેચિંગ કરવાથી આરામ મળશે. મેટ પર આરામની મુદ્રામાં બેસો. કમર સીધી રાખો. પછી ખભાને ધીમેથી આગળથી પાછળ અને પાછળની આગળ ફેરવો.

૪. ઘરમાં બેઠાં-બેઠા જો તમારૂ શરીર અકડાવવા માંડે છે. આ માટે પગને એ રીતે ક્રોસ કરો કે જમણા પગના સ્થાન પર ડાબો પગ આવી જાય અને ડાબા પગના સ્થાન પર જમણો પગ આવી જાય. આ રીતે સીધા ઉભા રહો. હવે આગળની તરફ નમો. તમારા માથાને ધીરે-ધીરે તમારા જમણા ઘૂંટણ પાસે લઈ જાવ. ૧૫-૩૦ સેકંડ આ સ્થિતિમાં રહો.

(9:53 am IST)