Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સ્વીડનમાં મધમાખી-ઉછેર માટે મેકડોનલ્ડ્સે દરેક આઉટલેટ પર ખોલ્યો ખાસ મધપૂડો

લંડન તા. પઃ વિશ્વમાં મધમાખીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે એ માટે જાગૃતિ કેળવવા સ્વીડનમાં મેકડોનલ્ડ્સે ખાસ મધમાખીઓ માટેની રેસ્ટોરાં ખોલી છે. એને નામ આપ્યું છે મેકહાઇવ. આ મિનિએચર રેસ્ટોરાં એક નાનકડા બોકસમાં બનાવવામાં આવ્યું છે જેનો લુક બહારથી એકદમ મેકડોનલ્ડ્સની રિયલ રેસ્ટોરાં જેવો જ લાગે છે. એની અંદર મધમાખીઓનો ઉછેર કરવામાં આવે છે. સ્વીડનની ઘણીબધી ફ્રેન્ચાઇઝીઓ આ મધમાખીના મધપૂડાને પોતાની છત પર ઇન્સ્ટોલ કરીને ઉમદા કાર્યમાં જોડાઇ રહી છે.

(3:33 pm IST)