Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

આ યુગલે ૧૯ વર્ષમાં ૧૭પ૦ એકરના વગડાને હરિયાળીમાં તબદિલ કરી દીધું

લંડન તા. પઃ બ્રાઝિલના ફોટો-જર્નલિસ્ટ સેબેસ્ટિયો સેલ્ગાડો અને તેમનાં વાઇફ લેલીએ મિનાસ ગેરાઇસ રાજયમાં હજારો એકરની જગ્યાને હરિયાળી બનાવી દીધી છે. છેલ્લાં ર૦ વર્ષથી આ યુગલ વેરાન વગડા જેવા આ વિસ્તારને લીલોછમ બનાવવા માટે પ્રયાસરત હતું. ૧૯૯૪માં સેબેસ્ટિયો જયારે પોતાના પરિવારના વતન સમા ગામે પહોંચ્યો ત્યારે સુકાભઠ વિસ્તારને જોઇને બહુ દુઃખી થઇ ગયો. દુકાળને કારણે આખો વિસ્તાર એવો વેરાન થઇ ગયેલો કે તેના પરિવારનાં તમામ ઢોરઢાંખર પણ મરી ગયાં હતાં. ર૦૦૧માં આ વિસ્તારની માત્ર ૦.પ ટકા જમીન પર જ છૂટાંછવાયાં વૃક્ષો કે હરિયાળી હતી. ૧૯૯૮માં તેની પત્ની લેલીને વિચાર આવ્યો કે શા માટે આપણે આ વેરાન રણને લીલુંછમ બનાવવા કંઇ કરી ન શકીએ? તેમણે એક સામાજિક સંસ્થાની મદદ લીધી અને રીફોરેસ્ટેશન એકસપટ્ર્સને કન્સલ્ટ કર્યા અને અહીં ઉગી શકે એવાં લગભગ એક લાખ રોપા મગાવ્યા. ૧૯૯૯માં સ્થાનિક વિસ્તારના સ્કૂલનાં બાળકોને ભેગાં કરીને અહીં દર વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમો આદરવામાં આવ્યા. શરૂઆતમાં વાવેલા રોપાઓની જાળવણી માટે બન્નેએ દિવસ રાત થાય એટલી મહેનત કરી. આ મહેનત ખરેખર રંગ લાગી. ર૦૧પ સુધીમાં તો અહીં જયાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી છે. વૃક્ષોનું જે મસ્ત જંગલ વિકસ્યું છે એમાં લગભગ ૩૦૦ પ્રકારનાં વૃક્ષો છે. ૧૭૦ પ્રજાતિનાં પંખીઓ અહીં કલરવ કરે છે. ૩૦ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ અને ૧પ જળચર પ્રાણીઓનો અહીં વસવાટ છે.

(3:32 pm IST)