Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પેરાગ્લાઇડર આકાશમાંથી વૃક્ષ પર પડ્યો અને ડાળી ખભાની આરપાર નીકળી ગઇ

બેલારૂસના લોશાની ગામ નજીક ઇવાન કેસોવ્સ્કી નામના ૩૬ વર્ષના પેરાગ્લાઇડરનો ભયાનક અકસ્માત થયો હતો. તે હવામાં ખાસ્સા હજારો ફુટ ઊચે હતો ત્યારે અચાનક જ તેની પેરેશૂટમાં ગરબડ થતાં તે નીચે આવેલા ગાઢ જંગલમાં પટકાયો હતો. નસીબજોગે તે એક વૃક્ષ પર પડ્યો એટલે ડાયરેકટ જમીન પર પછડાવાને કારણે થતું નુકસાન અટકી ગયું. કમનસીબે તે જ્યારે પડ્યો એ વખતે સ્પીડ એટલીબધી હતી કે વૃક્ષની ઊભી ડાળી તેના જમણા ખભામાં ઘૂસી ગઇ. બચાવકર્તાઓએ ઇવાનને કાઢવા માટે વૃક્ષની ડાળીઓ બેઉ તરફથી કાપી હતી અને ખભામાં ઘોંચાયેલી ડાળી સાથે જ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. પાઇન વૃક્ષની ડાળી તેના શરીરમાં ઘૂસી ગઇ છે એવી તેને શરૂઆતમાં ખબર પણ નહોતી પડી. જો કે હવે એને રિમૂવ કરવા માટે ડોકટરો સર્જરી કરશે અને હવે તેને ખૂબ દૂખાવો થઇ રહ્યો છે.

(3:49 pm IST)