Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

એન્ગ્ઝાયટી ધરાવતા માત્ર ૨૦ ટકા યંગસ્ટર્સ સારવાર પછી સ્વસ્થ થઇ શકે છે

કનેકિટકટ તા.૫: જનરલ એન્ગ્ઝાયટી રહયા કરવી એ માનસિક ડિસઓર્ડર છે. અમેરિકન એકેડેમી ઓફ ચાઇલ્ડ એન્ડ અડોલસન્ટ સાઇકિયાટ્રી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ ૧૦ થી ૨૫ વર્ષની વય દરમ્યાન જેમને સોશ્યલ કે જનરલ એન્ગ્ઝાયટી ડિસઓર્ડર થયા હોવાનું નિદાન થયું હોય તો માત્ર ૨૦ ટકા કેસમાં જ દર્દીઓ સંપૂર્ણપણે એન્ગ્ઝાયટીથી મુકત થઇ શકે છે. અમેરિકાન યુનિવર્સિટી ઓફ કનેકિટકટના નિષ્ણાંતોએ એન્ગઝાયટીનો ભોગ બનેલા ૩૧૮ કિશોરો અને યંગસ્ટર્સનો સ્ટડી કર્યો હતો. આ દરદીઓને કેવી સારવાર આપવામાં આવેલી એની નોંધ રાખવામાં આવી હતી. અભ્યાસકર્તાઓએ દર વર્ષે એક વાર બિહેવિયરલ થેરપી અને અન્ય દવાઓનું કોમ્બિનેશન આપીને એન્ગ્ઝાયટીમાં કેવો બદલાવ આવે છે એ નોંધ્યું હતું. ચાર વર્ષ સુધી ફોલોઅપ થયું. આ અભ્યાસમાં નિષ્ણાંતો એવા તારણ પર આવ્યા હતા કે એન્ગઝાયટી માટેની હાલમાં અવેલેબલ કોઇ પણ સારવારપધ્ધતિ શ્યોર પરિણામો આપનારી નથી. લગભગ તમામ સારવારપધ્ધતિઓથી માત્ર ૨૦ ટકા દરદીઓને જ ફાયદો થાય છે. લાંબા ગાળાની સારવાર પછી માત્ર ૨૦ ટકા દરદીઓ જ એન્ગ્ઝાયટીથી સંપૂર્ણપણે મુકત થાય છે. બાકીના દરદીઓમાં વધતાઓછા પ્રમાણમાં એન્ગ્ઝાયટીના અંશો રહી જાય છે.

(3:49 pm IST)