Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

­સાઉદી મહિલાઓ હવે સાઉદીમાં ડ્રાઇવીંગ કરી શકશે-સરકારે મહિલાઓને લાયસન્સ આપ્યા

સાઉદી દુનિયાનો એક માત્ર દેશ જ્યા દાયકાઓથી મહિલા ડ્રાઇવરો પર પ્રતિબંધ હતો

રિયાધ તા.૫ : સાઉદી અરેબિયાએ દાયકાઓ પછી મહિલાઓને ડ્રાઇવીંગ લાયસન્સ આપવાનુ સોમવારથી શરૂ કર્યુ છે. સાઉદીની સત્તાવાર પ્રેસ એજન્સી જણાવ્યુ કે મહિલાઓ ના પહેલા ગ્રુપને આજે લાયસન્સ મળી ગયુ છે. તેમને ઈન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાઇસન્સની જગ્યાએ સાઉદી નું લાયસન્સ આપવામાં આવ્યુ. સાઉદી અરેબિઆ દુનિયાનો એકમાત્ર દેશ છે કે જ્યાં મહિલાઓના ડ્રાઇવીંગ પર દાયકાઓથી પ્રતિબંધ છે.

હાલના પ્રિન્સ મહમદ બીન સલમાનની આધુનીકરણની પ્રક્રિયા હેઠળ આ કરવામાં આવ્યુ છે. ગયા અઠવાડીએ મહિલાઓને ડ્રાઇવીંગના અધિકાર માટે વિરોધ કરી રહેલા ૧૭ જણની ધરપકડ કરાઇ હતી. જેમાં મહિલાઓ પણ સામેલ હતી.

(3:37 pm IST)