Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

એપલો IOS લોન્ચ કર્યુ, એપ સ્પીડ બમણી થશે

એપલની વાર્ષિક ડેવલોપર કોન્ફરન્સમાં ૭૭ દેશોના ડેવલોપર આવ્યા, આ કોન્ફરન્સ ૮ જૂન સુધી ચાલશેઃ આઇફોન ૬-એસમાં કી-બોર્ડ બમણી અને કેમેરા એપ ૧.૭ ગણી ઝડપે ચાલશે

 

કેલિફોર્નિયા તા.પ :.. એપલે સોમવારે ડેવલોપર કોન્ફરન્સમાં નવી ઓપરેટીંગ સીસ્ટમ આઇઓએસ ૧ર લોન્ચ કરી છે. સીઇઓ ટીમ કુકે કહયું કે જૂની સીસ્ટમની તુલનાએ આ ઘણી ઝડપી હશે. આઇફોન ૬ એસમાં  કી-બોર્ડ બમણી અને કેમેરા એપ ૧.૭ ગણી ઝડપે ચાલશે. એપ લોડીંગની સ્પીડ બમણી થઇ જશે. એટલે કે અડધા સમયમાં એપ ડાઉનલોડ થઇ જશે. તેમાં ગ્રુપ નોટિફીકેશનનું ફીચર ઉમેરાયું છે. ખાસ એપને ટેપ કરવા પર તેના વિશે નોટિફીકેશન એક ગ્રુપમાં સામે હશે. જો કે હાલ આ ઓપરેટીંગ સીસ્ટમ ફકત ડેવલોપર્સ માટે ઉપલબ્ધ હશે.

એપલની વાર્ષિક કોન્ફરન્સમાં ૭૭ દેશોના ડેવલોપર આવ્યા છે. કુકે કહયું કે દુનિયાભરમાં ર કરોડ ડેવલોપર છે. એપ સ્ટોર જૂનમાં ૧૦ વર્ષની થઇ જશે.આ દુનિયાનું સૌથી મોટુ એપ માર્કેટ પ્લેસ છે. દર અઠવાડીયે તેના પર પ૦ કરોડ વિઝીટર આવે છે. એપ સ્ટોરની રેવન્યુ ૧૦૦ બીલીયન ડોલર (૬.૭ લાખ કરોડ રૂ.) સુધી પહોંચી ગઇ છે. એપલના સીનીયર વીપી, સોફટવેર એન્જિનીયરીંગ ક્રેગ ફેડરિગીએ ઓગમેન્ટેડ રિયાલીટી (એઆર) વિશે જણાવ્યું. નવા એઆર કિટ ર થી ફેસ ટ્રેકીંગ સુધરશે. સ્ક્રીન ટાઇમ સેટ કરવા પર તે એલર્ટ કરશે કે તમે સ્ક્રીન ટાઇમ  લીમીટ ક્રોસ કરી ચૂકયા છો, હવે બંધ કરવું જોઇએ. બાળકો માટે પણ સ્ક્રીન ટાઇમ નકકી કરી શકો છો.

સીરી : મીટિંગમાં મોડા પડશો તો પહેલા જ તમારા ઓફિસે મેસેજ મોકલી દેશે

એપલના સૌથી ખાસ ફીચર સીરીને અપગ્રેડ કરાયું છે. હાલ તેને હે સીરી કહીને સ્ટાર્ટ કરવાનું હોય છે. હવે ફકત હાથ હલાવીને, હમ્મ બોલી કરી શકાશે. તેમાં શોર્ટકટ નવું ફીચર છેજેની મદદથી બીજી એપ્સને એકસેસ કરી શકો છો. કોફી પીવા કે મુવી જશો તો ડુ નોટ ડિસ્ટર્બ જેવા ફીચર એકિટવેટ કરી દેશે. યુઝર ખુદના શોર્ટ કટ બનાવી શકશે. જેમ કે કોઇ મીટીંગમાં મોડા પહોંચી રહ્યા છો તો તેનાથી સંબંધિત લોકોને મેસેજ મોકલી દેશે કે તમને મોડા પહોંચશો. પરિજન કે મિત્રને બર્થ ડે પર મેસેજ મોકલી શકો છો.

મેજરઃ કોઇપણ વસ્તુનો આકાર બતાવી  અને માપી શકશો

તેનાથી વસ્તુને માપી શકશો. ઓબ્જેકટ ઉપર કેમેરા ટેપ કરીને લાઇન ખેંચવી પડશે. તે આપમેળે માપ બતાવી દેશે. જેમ  કે સૂટકેસની લંબાઇ, પહોળાઇ અને જાડાઇ ત્રણે બતાવશે.

ફોટોઃ સર્ચ  સજેશનનો વિકલ્પ

ફોટો એપને એડવાન્સ બનાવાઇ છે. તેમાં સર્ચ સજેશનનો વિકલ્પ હશે જેનાથી યુઝર લોકેશન, કેટેગરી અને લોકોના હિસાબે ફોટો સર્ચ કરી શકશો. ડુ નોટ ડિસ્ટર્બ એપને રીડિજાઇન કરાઇ છે. રાતે ફોન પર ટાઇમ જોશો તો નોટિફીકેશન નહીં દેખાય.

(11:35 am IST)