Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

સ્વસ્થ રહેવા માટે ઘરમાં લગાવો આ છોડ

ઉનાળામાં ઘરમાં લગાવેલા લીલાછમ છોડ ખૂબ જ સુંદર લાગે છે. તે ઘરની સુંદરતાને વધારવાની સાથે તે વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. કેટલાક એવા છોડ છે જેને ઘરમાં લગાવવાથી બીમારીથી બચી શકાય છે.

તુલસી : ઘરમાં તુલસી રોપવા એ વાસ્તુ અને સ્વાસ્થ્ય માટે શુભ ગણવામાં આવે છે. તેની સુગંધમાં રહેલ એસ્ટ્રોન આપણા માનસિક સંતુલનને બનાવી રાખે છે. તેની સુગંધ પણ ઘરના વાતાવરણને સુગંધીત અને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.

ફુદિનો : ફુદિનો સરળતાથી ઘરમાં કોઈ પણ જગ્યાએ અથવા કુંડામાં વાવી શકાય છે. તેના પાંદડાને ચાવવાથી પાચનતંત્ર મજબુત બને છે. ઉનાળામાં દરરોજ ફુદિનાના ૨ પાંદડા ચાવવાથી શરીરમાં ગરમી થતી નથી.

લીમડો : લીમડાને તમે ઘરમાં કોઈ પણ નાના કુંડામાં રોપીને રાખી શકો છો. તેને ખાવાથી શરીરમાં આયરન અને ફોલિક એસિડની ખામી સર્જાતી નથી.

ધાણા : ડાયાબીટીસના દર્દીઓ માટે ધાણા ફાયદાકારક છે. કોથમરીનો રોપ વાવવા માટે કોઈ મોટા કુંડાની જરૂર પડતી નથી. તેને નાના કપમાં કે કૂંડામાં વાવી શકાય છે.

(10:01 am IST)