Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

વાસી મોંએ પાણી પીવો, રોગોમાંથી મુકિત મેળવો

પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ છે. તેથી સવારે ઉઠતા જ સૌથી પહેલા પાણી પીવુ જોઈએ. શું તમે જાણો છો કે ખાલી પેટ પાણી પીવાના ફાયદા વધારે છે. તેથી સવારે જ્યારે પણ ઉઠો વાસી મોંએ પાણી પીવો. બેડ પરથી ઉઠો કે તરત બ્રશ કરતા પહેલા પાણી પીવો. જો તમારે વજન ઘટાડવો છે, તો સવારે ઉઠીને તરત વાસી મોઢે નવશેકુ ગરમ પાણી પીવો. તેનાથી તમારૂ વજન કન્ટ્રોલ થશે. સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીવો. સવારે ઉઠીને વાંસી મોઢે પાણી પીવાથી આપણા શરીરની પાચન ક્રિયા તેજ થાય છે. પેટની સમસ્યાને દૂર કરવા માટે પણ વાસી મોઢે પાણી પીવુ જોઈએ. કારણ કે રાત્રે સૂતી વખતે મોઢામાં લાળ બને છે અને વાસી મોઢે પાણી પીવાથી તે પણ પેટમાં જાય છે, જે પેટની બીમારીઓનો નાશ કરે છે. એવુ કરવાથી પેટ સાફ રહે છે. વાંસી મોઢે પાણી પીવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. ટૂંકમાં કહીએ તો વાસી મોઢે પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

(11:47 am IST)