Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

તમારા પણ હોઠ કાળા થઈ ગયા છે?

એક મીઠી મુસ્કાન કોઈ ને પણ પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.  પરંતુ, આવુ ત્યારે જ થાય છે કે તમારા હોઠ પણ ગુલાબી હોય. જે લોકોના હોઠ કાળા હોય છે, તેની પ્રાકૃતિક સુંદરતા ઉભરીને સામે નથી આવતી.  કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ તમારી કેટલીક ભૂલોના કારણે જ તમારા હોઠ કાળા થઈ જાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા હોઠ ગુલાબી રહે તો તેની યોગ્ય રીતે સંભાળ લેવી જોઈએ. તેના માટે તમે કોશિશ કરો કે તમારા હોઠ ડ્રાઈ ન રહે. પાણીની કમીના કારણે હોઠ ડ્રાઈ થઈ જાય છે, તેથી પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરો. આ ઉપરાંત શીયા બટર, વેસલીન અને લીપ બટર હોઠ ઉપર લગાવવાથી હોઠ નરમ થઈ જાય છે.

હોઠોનું કાળા થવા પાછળનું એક મોટુ કારણ ડેડ સ્કિન પણ છે. તેથી તેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. હોઠો પર જમા થયેલ ડેડ સ્કિનને સાફ કરવામાં ન આવે તો કાળાશ વધતી જાય છે. હોઠો પર જમા ડેડ સ્કિનને દૂર કરવા માટે ખાંડમાં એક-બે ટીપા નારીયેળ તેલ નાખી હોઠો પર સ્ક્રબ કરો.

 

(11:47 am IST)