Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

રિસેપ્શન પાર્ટીમાં પહેરો લાલ રંગની સાડી

સાડી સ્ત્રીઓના સૌથી સુંદર કપડાઓમાંથી એક છે. સાડી બધાની પસંદ હોય છે, લગ્નથી લઈ પાર્ટી અને ઓફિસ સુધી, તમે બધી જગ્યાએ સાડી પહેરી શકો છો. શિયાળો પૂર્ણ થયા બાદ આ મોસમમાં મોટા ભાગની મહિલાઓ કુર્તા અને ડ્રેસ સાથે સાડી પણ પહેરવાનું પસંદ કરે છે. તે એક એવુ આઉટફિટ છે, જે દરેક બોડી ટાઈપ પર શૂટ કરે છે. હાલ લગ્ન સીઝન ચાલી રહી છે, તો બધાના મનમાં એક મોટો સવાલ તો હોય જ કે લગ્ન અને રિસેપ્શન માટે કેવી સાડી પહેરવી?

લાલ રંગની સાડી

આ પ્રકારની સાડી તમે લગ્ન માટે પહેરશો તો ખૂબ જ સુંદર લાગશે. આવી સાડી તમને ચોલીનો લુક આપશે. આ સાડીને સ્ટાઈલીશ લુક આપવા માટે ગોલ્ડન કલર આઈ ફલાવરનું ભરતકામ કરેલ છે, જે તમને નવો જ લુક આપશે.

આવી સાડીને તમે ફેસ્ટિવલ અને કોઈ પણ ખાસ ઉત્સવ માટે પણ સિલેકટ કરી શકો છો. આવી સાડી સાથે તમે ગોલ્ડન કલરની એકસેસરીઝ પણ પહેરી શકો છો.

લાલ અને સફેદ રંગનું કોમ્બિનેશન

આ સાડી તમને યુનિક લુક આપશે. આ સાડીને સુંદર બનાવવા માટે સફેદ રંગના નેટવાળા ભાગ પર લાલ રંના ફલાવરનું ભરતકામ કરેલ છે. રિસેપ્શન માટે આ સાડી ઉત્તમ છે. આવી સાડી સાથે તમે મોતીના એકસેસરીઝ પણ પહેરી શકો છો.

(11:47 am IST)