Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

આ સોફિયા રોબોટે લોકોને એકજ સેકેન્ડમાં કરી દીધા પ્રભાવિત

નવી દિલ્હી: સોફિયા રોબોટને (Sophia Robot) બધા જ જાણે છે અને દુનિયાએ તેની પ્રતિભા પણ જોઈ છે. સોફિયા બોલી શકે છે, જોક કરી શકે છે, તે ગાઈ શકે છે, જ્યારે આર્ટ પણ બનાવી શકાય છે. માર્ચમાં સોફિયાએ આર્ટ જગતને હલાવી દીધી હતી. જ્યારે જ્યારે હરાજીમાં આ રોબોટની ડિજિટલ આર્ટને 5 કરોડ મળ્યા હતા. આ એક નોન ફગિબલ ટોકન (એનએફટી)ના સ્વરૂપમાં હતું. જ્યાં લોકો ડિજિટલ સામગ્રીના માલિકીના અધિકાર ખરીદી શકે છે. દરેક એનએફટીનો પોતાનો અનોખો ડિજિટલ કોડ હોય છે. કોઈપણને વસ્તુઓની પ્રમાણિકતા અને માલિકીની ચકાસણી કરવાની મંજૂરી આપે છે.

             હોંગકોંગ સ્થિત હેન્સન રોબોટિક્સ અને સોફિયાના નિર્માતા ડેવિડ હેન્સન છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી રોબોટ્સ વિકસાવી રહ્યા છે. તેઓ માને છે કે આ વાસ્તવિક દેખાતા રોબોટ્સ લોકો સાથે જોડાઈ શકે છે અને આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવા ઉદ્યોગોમાં મદદ કરી શકે છે. સોફિયા હેન્સન રોબોટિક્સની સૌથી પ્રખ્યાત રોબોટ બનાવટ છે. આ રોબોટમાં ચહેરાના હાવભાવની નકલ કરવાની, લોકોને સંપર્કમાં રાખવા અને લોકોને ઓળખવાની ક્ષમતા છે. 2017માં આ રોબોટને સાઉદી અરેબિયાની નાગરિકતા આપવામાં આવી હતી. એટલે કે, વિશ્વનો આ પહેલો રોબોટ છે જેને કોઈ પણ દેશની નાગરિકતા મેળવી છે. હેન્સને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, સોફિયા પોતે એક રચનાત્મક આર્ટવર્ક છે જે કળા ઉત્પન્ન કરી શકે છે. સોફિયા પાસે ઘણી કલા, ઈજનેરી અને વિચારો છે જેની મદદથી તે દૃષ્ટિની અને ભાવનાત્મક રૂપે લોકો સાથે જોડાઈ શકે છે.

(6:12 pm IST)