Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ઓએમજી.....ગર્ભમાંથી કોરોના એન્ટિબોડીઝ લઈને બાળક જન્મતા ડોક્ટરોમાં પણ અચરજ

નવી દિલ્હી: ભગવાનની આ દુનિયામાં કુદરતના અનેક અજૂબા અને ચમત્કારો જોવા મળતા હોય છે. ધરતી પર જે ડોક્ટરોને ભગવાનનો દરજ્જો મળેલો છે તેઓ ઘણીવાર અશક્ય ગણાતી સર્જરીને પણ ઉપરવાળાની મહેરબાની ગણાવી દેતા હોય છે. આવો જ કઈક મામલો કોરોના વાયરસ (Corona Virus) મહામારીની સેકન્ડ વેવ દરમિયાન ગત અઠવાડિયે સ્પેનના ઈબીઝા આયરલેન્ડમાં જન્મેલા બાળકમાં જોવા મળ્યો છે. એક નવજાત બાળક આજકાલ ખુબ ચર્ચામા છે.

આ બાળકને સ્પેનના એવા પહેલા નવજાત બાળકનો ટેગ મળ્યો છે જે જન્મતાની સાથે જ શરીરમાં કોરોના એન્ટીબોડીઝ લઈને આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ નવજાતની માતાએ ગર્ભાવસ્થાના ત્રીજા માસમાં કોરોના રસી મૂકાવી હતી.

      મલોરકાની સોન એસ્પેસિસ હોસ્પિટલે બાળકના ગર્ભનાળના નમૂનાનું પરીક્ષણ કર્યા બાદ આ અહેવાલની પુષ્ટિ કરી છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ મેડ્રીડ હોસ્પિટલના ડેપ્યુટી ડાઈરેક્ટર મેન્યુઅલ ગ્રાન્ડલ માર્ટિને શુક્રવારે કહ્યું કે નવજાતના શરીરમાં કોરોના સંક્રમણ સામે મુકાબલો કરવાની ક્ષમતા બરાબર એવા વ્યક્તિ જેટલી છે જેણે પોતે કોરોનાની રસી લઈ લીધેલી છે.

(6:10 pm IST)