Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મૂકી: ખાંડના ભાવ જાણીને લોકોના હોશ ઉડી ગયા

નવી દિલ્હી: પોતાની પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાને બદલે ભારત સાથેના વેરભાવને મહત્વ આપતા પાકિસ્તાનમાં મોંઘવારી બેફામ હદે વધી રહી છે. તાજેતરમાં જ ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત કરવાની મંજૂરી આપ્યાં બાદ ફેરવી તોળનાર પાકિસ્તાનની પ્રજા જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓના સતત વધતાં ભાવોથી ત્રાહિમામ પોકારી રહી છે.

પાકિસ્તાનમાં લોટ, શાકભાજી, ઇંડા અને ચિકન પછી ખાંડના ભાવ પણ આસમાને પહોચ્યા છે. ઈસ્લામાબાદ સહિત દેશનાં મોટા ભાગના વિસ્તારોમાં એક કિલો ખાંડ 100 રૂપિયાની નજીક વેચાઇ રહી છે. કરાચી અને લાહોરમાં ચીકન મીટની કિંમત રૂપિયા 365થી 500 થઈ ગઈ છે. આ ઉપરાંત લીટર દીઠ દૂધ રૂપિયા 130, કીલો બટાકાની કિંમત રૂપિયા 60, ટામેટાની કિંમત રૂપિયા 100 થઈ ગઈ છે.

(6:10 pm IST)