Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ZOOM એપ પર ચાલી રહી હતી મિટિંગ : ત્‍યારે નગ્ન જોવા મળી અધિકારીની પત્‍ની

મારી પત્‍ની બાથરૂમમાં ચાલી ગઈ હતી. તે એ વાતથી અજાણ હતી કે મિટિંગમાં હજુ પણ ચાલી રહી છે અને એપનો કેમેરો ઓન છે : અધિકારી

જોહાનિસબર્ગ,તા.૫: કોરોના કાળમાં મિટિંગ અથવા કોન્‍ફરન્‍સ માટે ઝૂમ એપ એક મહત્‍વની એપ બનીને ઉભરી છે. જોકે દેશ અને દુનિયામાં એવા ઘણા મામલા સામે આવ્‍યા છે જયારે ઝૂમ એપ પર વર્ચ્‍યુઅલ વીડિયો મિટિંગ દરમિયાન લોકોની હરકતોનો કારણે શરમજનક સ્‍થિતિનો સામનો કરવો પડ્‍યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ આવી એક ઘટના સામે આવી છે. જયાં કોરોના સંકટને લઈને ઝૂમ મિટિંગ દરમિયાન એક અધિકારીની પત્‍ની પાછળ કપડા વગર (ન્‍યૂડ બનીને) ઉભી રહી ગઈ હતી અને કેમેરામાં કેદ થઇ ગઈ હતી.ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે મંગળવારે દક્ષિણ આફ્રિકાના ઇસ્‍ટર્ન કૈપેમાં કોરોના વાયરસથી થઇ રહેલા મોત પર ચર્ચા કરવા માટે નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સના નેતા ઝૂમ એપ પર મિટિંગ કરી રહ્યા હતા. આ મિટિંગમાં નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સ સદસ્‍ય Xolile Ndevu પણ અન્‍ય ૨૩ નેતાઓ સાથે સામેલ હતા. જયારે ઝૂમ મિટિંગમાં Xolile Ndevu બતાવી રહ્યા હતા કે કોરોના મહામારીથી નિપટવા માટે ઇસ્‍ટર્ન કૈપેમાં કેવી કેવી રીતે સ્‍થાનીય ડોક્‍ટરો સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. ત્‍યારે તેમની પત્‍ની પાછળથી કપડાં વગર નગ્ન અવસ્‍થામાં જોવા મળી હતી.ઝૂમ મિટિંગ દરમિયાન અચાનક Xolile Ndevuના પત્‍નીને નગ્ન અવસ્‍થામાં જોઈને મિટિંગમાં રહેલા સભ્‍યો ચકિત થઇ ગયા હતા અને શરમજનક સ્‍થિતિમાં મુકાયા હતા. કેટલાક લોકો આ દ્રશ્‍ય જોઈને હસવા પણ લાગ્‍યા હતા. આ પછી તરત કમિટીના ચેરપર્સન ફેત મુથાંબીએ તેમને ટોક્‍યા અને મિટિંગને પોઝ કરી દીધી હતી. ફેત મુથાંબીએ Ndevuને કહ્યું કે તમારી પાછળ રહેલી મહિલાએ યોગ્‍ય રીતે કપડા પહેર્યા નથી. અમે બધા ઓનલાઇન જોઇ રહ્યા છીએ. પ્‍લીઝ તેને બતાવો કે તમે એક મિટિંગમાં છો. આ બધી વસ્‍તુઓ ડિસ્‍ટર્સ કરી રહી છે.

આ પછી Xolile Ndevu પોતાના હાથથી ચહેરાને ઢાંકી દેશે અને શરમ અનુભવે છે. તે કહે છે કે સોરી મારું ધ્‍યાન કેમેરા પર પર હતું, પાછળ ન હતું. હું ઘણો શરમજનક છું. આ ઝૂમ ટેકનોલોજી આપણા માટે નવી છે અને આપણે તેને ચલાવવા શીખી રહ્યા છીએ. આ મિટિંગ રાત્રે ૧૦ વાગે ખતમ થવી જોઈતી હતી કારણ કે આ સાત વાગ્‍યાથી ચાલી રહી હતી. આ દરમિયાન મારી પત્‍ની બાથરૂમમાં ચાલી ગઈ હતી. તે એ વાતથી અજાણ હતી કે મિટિંગમાં હજુ પણ ચાલી રહી છે અને એપનો કેમેરો ઓન છે. 

(5:13 pm IST)