Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારો બનાવવા માટે પ્લુટોનિયમ મેળવવાની પ્રક્રિયા વધારી

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ પરમાણુ હિથયારો બનાવવા માટે પ્લુટોનિયમ મેળવવાની કવાયત શરૂ કરી છે. ઉત્તર કોરિયાના યાંગબ્યોનમાં આવેલાં પરમાણુ કેન્દ્ર પર વિસ્ફોટ કરીને પ્લુટોનિયમ મેળવવા માટેના પ્રયાસો થયા હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં કરાયો હતો. ખોદકામ થતું હોવાની તસવીરો પણ સામે આવી હતી.ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને ફરીથી પરમાણુ હિથયારોની સંખ્યા વધારવાની જાહેરાત કરી હતી. એના થોડા દિવસ પછી ઉત્તર કોરિયાએ પ્લુટોનિયમ મેળવવાની કોશિશ શરૂ થઈ હોવાનો દાવો થયો હતો.

         સેટેલાઈટ ઈમેજના આધારે કહેવાયું હતું કે ઉત્તર કોરિયાએ પ્લુટોનિયમ મેળવવા માટે ખોદકામ શરૂ કર્યું છે. એ માટે પરમાણુ સાઈટની નજીક બ્લાસ્ટ પણ થયો હતો. એ સૃથળેથી ધુમાડો નીકળતો હોવાનું ય અહેવાલમાં કહેવાયું હતું.અહેવાલમાં દાવો થયો હતો કે યાંગબ્યોનમાં આવેલા પરમાણુ કેન્દ્રને બે વર્ષ પછીથી કાર્યરત કરાયું છે. ફેબુ્રઆરી અને માર્ચની શરૂઆતમાં આ કેન્દ્ર શરૂ કરાયું હતું.

(6:30 pm IST)