Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આ મોડલના છે 'સૌથી મોટા ગાલ'

મોસ્કો,તા. ૫: સુંદર દેખાવા માટે લોકો કેટકેટલું કરતા હોય છે. કેટલાકને ગોરો રંગ પસંદ હોય છે તો કેટલાક ને ગુલાબી હોઠ ગમે છે, આવામાં તે મેળવવા માટે લોકો તમામ હદો વટાવી દેતા હોય છે. પરંતુ યુકેનનિયન મોડેલે જે કર્યું તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આશ્ચર્યજનક વાત એ છે કે, જયારે લોકોને તેનો ચહેરાને વિચિત્ર લાગે છે, ત્યારે તે તેના ચહેરાથી સંતુષ્ટ છે. તેના જૂના ફોટોગ્રાફ્સમાં મોડલને ઓળખવી મુશ્કેલ છે.

યુકેનનિયન મોડલ અનાસ્તાસિયા પોક્રેશચુકનો દાવો છે કે, તેના ગાલ 'વિશ્વના સૌથી મોટા ગાલ'છે. અનાસ્તાસિયા તેના ઉભરેલા ગાલ અને મોટા હોઠ માટે પ્રખ્યાત છે. તેનો દેખાવ ઘણી કોસ્મેટિક સર્જરી અને સારવારનું પરિણામ છે. તેણે ફેસ લિફ્ટિંગ અને બોટોકસ ઈન્જેકશન જેવી ઘણી સારવાર કરાવી છે. ૩૨ વર્ષની અનસ્તાસિયા પોક્રેશચુકને તેનો દેખાવ બદલવામાં ૬ વર્ષનો સમય લાગ્યો. તેણે પોતાનો ચહેરો બદલવા માટે ૨,૧૦૦ ડોલર ખર્ચ કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર, આ લુક અને સર્જરીની તસવીરો જોયા બાદ તેના ૨ લાખથી વધુ ફોલોઅર્સ છે.

તેના મોટાભાગના ફોટોગ્રાફ્સમાં તેના ગુલાબી વાળ, કોન્ટેકટ લેન્સ અને ડ્રામેટિક મેકઅપ શામેલ છે. જો કે, તે મોડેલના જૂના ફોટા અને વીડિયોમાં એકદમ અલગ દેખાઈ રહી છે. તેની પ્રી-સર્જરીના દિવસોની તસવીરોથી જાણવા મળે છે કે અનાસ્તાસિયાના ચહેરા પર વાળ અને ફિલર્સ નથી. જયારે તેનો નવો દેખાવ લોકોને વિચિત્ર લાગે છે, ત્યારે અનાસ્તાસિયા પોક્રેશચુક આ મોટા ગાલ અને મોટા હોઠથી ખુશ છે.

(10:17 am IST)
  • આંતરરાષ્ટીય મહિલા દિવસ પર રિલીઝ થશે ડોક્યુમેન્ટરી ફિલ્મ ' વુમેન ઓફ ઓનર " : નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર રાત્રે 9 વાગ્યે 'વિમેન ઓફ ઓનર - ડેસ્ટિનેશન આર્મી' ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરાશે : ફિલ્મ હોટસ્ટાર અને ડિઝની પર પણ જોવા મળશે :આ ફિલ્મ દિલ્હી કેન્ટના એનસીસી ઓડિટોરિયમમાં પ્રેસ અને સેનાના અધિકારીઓની સામે રજૂ કરાઈ હતી જેને ખુબ પસંદ કરવામાં આવી હતી access_time 12:20 am IST

  • રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું: ૩૯ ડીગ્રી : ગરમીમાં ધીમે- ધીમે વધારો થઈ રહ્યો છેઃ આજે બપોરે રાજકોટમાં મહતમ તાપમાન ૩૮.૪ ડીગ્રી નોંધાયું છેઃ આજે સાંજે સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો સંભવ છેઃ આમ, આજે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશેઃ હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ બે- ત્રણ દિવસ ગરમીનો દોર જારી રહેશે access_time 4:39 pm IST

  • નીતિનભાઈ પટેલ અને તેમના પત્નીઍ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો : અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં રાજયના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તેમના ધર્મપત્નિઍ આજે કોરોનાની વેક્સીન મૂકાવી હતી : લોકોને પણ આ વેક્સીન મૂકાવવા અપીલ તેમણે કરી હતી access_time 11:29 am IST