Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

૭૦ વર્ષની ઉંમરે પક્ષીએ આપ્યો બચ્ચાને જન્મ

વિઝડમ નામના વિશ્વના સૌથી વયસ્ક પક્ષી દરિયાઈ પક્ષીએ ૭૦ વર્ષની વયે એના ૪૦મા બચ્ચાને જન્મ આપ્યો છે

લંડન, તા.૫: વિઝડમ નામના વિશ્વના સૌથી વયસ્ક પક્ષી દરિયાઈ પક્ષીએ ૭૦ વર્ષની વયે એના ૪૦મા બચ્ચાને જન્મ આપ્યો છે. વૈજ્ઞાનિકોને ૧૯૫૬માં જયારે લાયસન અલ્બાટ્રોસ પ્રજાતિનું આ પક્ષી મળ્યું ત્યારે એની વય પાંચ વર્ષ હતી એ રીતે જોઈએ તો એની ઉંમર હાલમાં ૭૦ વર્ષ છે.  વિઝડમે ફેબ્રુઆરીમાં હવાઈ ટાપુની ઉત્તરે ૧૩૦૦ માઇલના અંતરે બચ્ચાને જન્મ આપ્યો છે. વિઝડમની વય સામાન્ય લાયસન અલ્બાટ્રોસ કરતાં બમણી કે ત્રણ ગણી હોવાથી એ અત્યાર સુધીના એના તમામ પાર્ટનરને ગુમાવી ચૂકયું છે. આ વિસંગતતાને કારણે જીવશાસ્ત્રીઓ આ પ્રજાતિ વિશે માહિતી એકત્ર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વિઝડમ લગભગ ૩૦ લાખ માઇલ જેટલું ઊડી ચૂકયું છે, જે ચંદ્રની ૬ રાઉન્ડ ટ્રિપના સમકક્ષ છે.

(10:16 am IST)