Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રસી મળ્યાની ખુશીમાં થીજેલા તળાવ પર ભાંગડા કર્યો

મ્યુઝિક આર્ટિસ્ટ અને ભાંગડા-ડાન્સર ગુરદીપ પાંઢેરે કોવિડ-૧૯ રસી મળ્યાની ખુશીમાં થીજી ગયેલા તળાવ પર ભાંગડા ડાન્સ કર્યો હતો

ટોરેન્ટો, તા.૫: મ્યુઝિક આર્ટિસ્ટ અને ભાંગડા-ડાન્સર ગુરદીપ પાંઢેરે કોવિડ-૧૯ રસી મળ્યાની ખુશીમાં થીજી ગયેલા તળાવ પર ભાંગડા ડાન્સ કર્યો હતો. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા તેના વિડિયોમાં તે કોવિડ-૧૯ રસી લીધા પછી ખુશીમાં ઝૂમતો અને નાચતો જોવા મળ્યો છે. તેનું કહેવું છે કે ગઈ કાલે રસી લીધા બાદ હું ઘણો ખુશ હતો અને મારી ખુશી કેનેડાના તેમ જ વિશ્વના તમામ લોકો સુધી પહોંચાડવાના હેતુથી હું થીજેલા તળાવ પર ડાન્સ કરવા પહોંચી ગયો હતો. હું લોકોને વિશ્વાસ અપાવવા માગતો હતો કે હવે રસી આવી ગઈ છે તો બધું સારું થશે.

કેનેડાના ત્રણ પ્રદેશમાંથી એક યુકોન પ્રદેશમાં ઓછી વસ્તી તેમ જ આરોગ્યલક્ષી સવલતોની ઓછપને કારણે માત્ર વયસ્ક લોકોને બદલે ૧૮ વર્ષ કરતાં વધુ વયના તમામ લોકોને રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે.

આ વિડિયોને ૨૬ લાખ વ્યુઝ મળ્યા છે, ૧,૧૫,૬૦૦ લાઇકસ મળી છે તેમ જ ૧૬,૨૦૦ વખત વિડિયો રીટવીટ થયો છે.

(10:16 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST

  • રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું: ૩૯ ડીગ્રી : ગરમીમાં ધીમે- ધીમે વધારો થઈ રહ્યો છેઃ આજે બપોરે રાજકોટમાં મહતમ તાપમાન ૩૮.૪ ડીગ્રી નોંધાયું છેઃ આજે સાંજે સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો સંભવ છેઃ આમ, આજે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશેઃ હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ બે- ત્રણ દિવસ ગરમીનો દોર જારી રહેશે access_time 4:39 pm IST

  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST