Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

આઇએસએ લીધી યમનમાં બે સુરક્ષાકર્મીની હત્યાની જવાબદારી

નવી દિલ્હી: આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઈએસ)એ રવિવારના રોજ યમનના દક્ષિણી બંદરગાહ શહેર અદનમાં ગોળીબારી કરી જેમાં બે સુરક્ષાકર્મીઓના મોતની જવાબદારી લીધી છે.સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઝઘડાખોરોએ અદનના મનસોરાહમાં બે 'વિધર્મી સૈનિકો'ની હત્યા કરવામાં આવી છે.હત્યા એ સમયે થઇ હતી જયારે તે પોતાના કાર્યસ્થળ પર જઈ  રહ્યા હતા.

(8:39 pm IST)