Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

શોખ ખાતર આ શખ્સે માથા પર લગાવ્યો 175 કરોડનો પિંક ડાયમંડ

નવી દિલ્હી: અમેરિકન રૈપર અને સૉન્ગ રાઈટર Lil Uzi Vert ના શોખ એ ઘણા લોકોને શોક્ડ કરી દીધા.વાત એમ છે કે બુધવારે તેણે ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો, જેને જોઈને તેના 13.9 મિલિયન ફોલોઅર્સ ચોંકી ગયા. રિપોર્ટ મુજબ રેપરે 11 કેરેટનો પિંક ડાયમંડ પોતાના માથા પર જડાવી લીધો છે. જેની કિમંત 24 મિલિયન ડોલર (લગભગ 175 કરોડ રૂપિયા) છે. જો કે કેટલાક યુઝર્સે તેના માથા પર જડેલ આ ગુલાબી હીરો જોઈને માર્વલ મૂવીના વિઝન સ્ટોનની યાદ આવી ગઈ.પોતાના ટ્વીટ્સની શ્રેણીમાં રૈપરે જણાવ્યુ કે તે આ 24 મિલિયન ડોલરના હીરાને પોતાનો બનાવવા માટે વર્ષ 2017થી પેમેંટ કરી રહ્યા છેરૈપરે આ મોટા હીરાના જ્વેલર Elliot Eliantte પાસેથી ખરીદ્યો છે, જેણે Lil નો એક વીડિયો પોતાના ઈંસ્ટા હૈડલ દ્વારા શેયર કર્યો.

(5:25 pm IST)