Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

દુનિયાનું સૌથી તીખુ મરચું ખાઇને આ યુવકે બનાવ્યો રેકોર્ડ

કેનેડાના આ માઇક જેક નામના વ્યકિત માત્ર ૯.૭૨ સેકન્ડમાં આવા ૩ મરચા ખાઇને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે

ટોરેન્ટો,તા. ૫: શું તમે આજ સુધી કયારેય પણ રીપર મરચું એટલે કે Carolina Reaper pepperનાં નામ સાંભળ્યું છે અથવા તો પછી કયારેય પણ આ મરચું ખાવાનો પ્રયાસ કર્યો છે? શું તમે જાણો છો કે આ મરચું આપણા સામાન્ય મરચાની સરખામણીમાં ૧૫૦૦ ગણુ વધારે તીખું હોય છે. કારણકે, હાલમાં જ કેનેડાના એક વ્યકિતએ માત્ર ૧૦ સેકન્ડમાં ૩ Carolina Reaper pepperના ખાઈને Guinness World Recordમાં નામ સ્થાપિત કર્યું છે.

કેનેડાના આ વ્યકિતએ માત્ર ૯.૭૨ સેકન્ડમાં ૩ નંગ Carolina Reaper pepper(મરચું) ખાઈને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. છેલ્લા ૬ વર્ષથી આ રેકોર્ડ કોઈ તોડી શકયું નહોતું. અહીં તમને જણાવી દઈએ કે Carolina Reaper pepperનામનું આ મરચું એટલું તીખું હોય છે કે આ એક નંગ મરચું ખાધા પછી જે-તે વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. પણ, કેનેડાના આ માઈક જેક નામના વ્યકિતે માત્ર ૯.૭૨ સેકન્ડમાં આવા ૩ મરચા ખાઈને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

એવું પણ જાણવા મળે છે કે જે કોઈ વ્યકિત એક વખતમાં આ મરચું ખાઈ જાય તો તેની આંખમાંથી સતત પાણી નીકળવું, છાતીમાં બળતરા થવા, પેટમાં દર્દ થવાની સાથે-સાથે ભારે તાવ પણ આવી શકે છે. આ મરચું આપણા સામાન્ય મરચાની સરખામણીમાં ૧૫૦૦ ગણુ તીખું હોય છે. ત્યારે હવે Guinness World Recordએ પોતાના ફેસબુક પેજ પર એક વિડીયો શેર કર્યો છે કે જેમાં એક વ્યકિત માત્ર ૯.૭૨ સેકન્ડમાં ૩ Carolina Reaper pepper મરચા ખાતો જોવા મળે છે.

(10:19 am IST)