Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર મહિલા ગુરુવારના રોજ ધરતી પર પરત ફરશે

નવી દિલ્હી:અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર મહિલાએ પોતાના નામે રેકોર્ડ કર્યા પછી અમેરિકાની અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટિના કોચ ગુરુવારના રોજ ધરતી પર પરત ફરશે. મહિલા 328 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં રહેનાર અને વિભિન્ન વૈજ્ઞાનિક પ્રયોગો તથા મિશનોને અંજામ આપ્યા પછી તે ધરતી પર પરત ફરી રહી છે.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિભિન્ન પ્રયોગો તથા મિશનોને અંજામ પહેલા કોઈ પણ મહિલા યાત્રી નથી આપી શકી. આટલા લાંબા મિશન પર હજુ સુધી કોઈ પણ મહિલા યાત્રી ગયા નથી. છેલ્લો રેકોર્ડ અમેરિકી અંતરિક્ષ યાત્રી પેગી વીટસનના નામે હતો જે 2016-17 દરમ્યાન સ્ટેશન કમાંડરના રૂપમાં 288 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં રહેવાનો હતો.

(7:17 pm IST)