Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ચીનમાં મોંઘા લગ્ન રોકવા માટે સરકારનો આદેશ : વધુ ખર્ચ કરનાર પર કાર્યવાહી થશે

મેલ-ફીમેલ રેશિયામાં વધુ અંતર હોવાના કારણે મુશ્કેલી સર્જાઇઃ લગ્નમાં છોકરાઓ છોકરીઓને અને તેના પરિવારને મોંઘી ગીફટ આપે છે.

બીજિંગ તા ૫ : ચીનમાંમોંઘા લગ્ન માત્ર લોકો માટે નહીં, પરંતુ પ્રશાસન માટે પણ માથાનો દુખાવો બન્યાં છે, તેની સામે લડવા માટે મધ્ય હેનાન પ્રાંતના પ્યુઆંગ પ્રસાશને ગાઇડ લાઇન્સ જારી કરી છે, જે હેઠળ લગ્નની મોંઘી ભેટો, મહેમાનોની સંખ્યા અને રિસેપ્શન પર થતો ખર્ચ પણ નક્કી કરી દેવાય છે. એવું  પણ કહેવાય છે કે  તેનાથી વધુ ખર્ચ કરવા પર કાયદાકીય કાર્યવાહી કરાશે.

ચીનમાં ૧૦૦ મહિલાઓ પર ૧૧૫ પુરૂષો  છે. આ કારણે છોકરાઓને જીવનસાથી મળવવામાં મુશ્કેલી સર્જાય છે. લગ્ન થતાં  દુલહન માટે મોંઘી ગિફટ ખરીદવી પડે  છે અને  ઘણા બધા પૈસા ખર્ચવા પડે છે. અધિકારીઓનું કહેવું  છેે કે  આ ફેસલાનો હેતુ  દહેજ પર પ્રતિબંધ મુકવાની સાથે  લાંબા  સમયથી  ચાલી આવતી પરંપરામાં ધીમે ધીમે ફેરફાર લાવવાનો પણ છે.

એક ન્યુઝ વેબસાઇટના સર્વે મુજબ ચીનમાં એક લગ્નની કિંમત ૧.૪૮ કરોડ રૂપિયાથી વધુ હોય છે, જે લાંખો પરિવારની ક્ષમતા બહાર છે.ચીનમાં એક પરિવારની  વાર્ષિક સરેરાશ આવક ,૯૦,૯૭૧ રૂપિયા છે. ગાઇડ લાઇન્સ મુજબ હવે ગ્રામીણ વિસ્તારોમાં દુલ્હા અને તેના પરિવાર દ્વારા દુલહનના પરિવારને અપાતા પૈસા અને સંપતિ  ૬,૩૫,૬૮૦ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ.શહેરી વિસ્તારોમાં આ મર્યાદા પ,૨૯,૭૩૩ રૂપિયા નક્કી કરાઇ છે.

લગ્ન માટે અપાતી ભેટની રકમ પણ નક્કી કરી દેવાઇ છે.પરિવારોને સલાહ અપાઇ છે કે તેઓ લગ્નના રિસેપ્શનમાં વધુમાં વધુ ૧૫ ટેબલ જ રાખે, પ્રતિ ટેબલ  તેનો ખર્ચ ૩,૧૭૮ રૂપિયાથી વધુ ન હોવો જોઇએ. શહેરી વિસ્તારો માટે આ રકમ ૬,૩૫૬ રૂપિયા નક્કી કરાઇ છે.

વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ૨૦૧૭ માં ચીનમાં મહીલાઓની તુલનામાં ૪.૨ કરોડ વધુ પુરૂષો હતા. ચીનમાં ૩૦ ની ઉંમર પાર કરી ચુકેલા અવિવાહીત પુરૂષોને શેગનાન કહેવામાં આવે છે. તેઓ અર્થ એ હોય છે કે તેને અત્યાર સુધી લગ્ન માટે છોકરી મળી નથી.તેેનાથી બચવા પરિવાર પોતાના વયસ્ક છોકરાના લગ્ન માટે છોકરી અને તેના પરિવારને કિંમતી ઉપહાર આપતા રહે છે. (૩.૧૬)

 

(4:04 pm IST)