Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

૧ર વર્ષના છોકરાના પ્રાઇવેટ પાર્ટમાંથી ડોકટરે ૩૯ મેગ્નેટીક મોતીની માળા કાઢી

બીજીંગ તા. પ :.. મધ્ય ચીનના વુહાનમાં થોડાક દિવસ પહેલાં ૧ર વર્ષના એક છોકરાને પેશાબ કરવામાં બહુ પીડા થતી હોવાની ફરીયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં ડોકટરે બાળકને પુછયું તો તેણે કહયું કે તે કેટલાક દાણા ગળી ગયો છે જેને કારણે તેને આ તકલીફ થઇ રહી છે. આ દાણા શાના છે અને ખરેખર એને કારણે જ આ થયું છે કે કેમ એ સમજવા માટે ડોકટરોએ તેના પેટ અને પેડુના ભાગનો એકસ-રે કાઢયો. એમાં જે જોવા મળ્યું એ જબરૃં ચોંકાવનારૂ હતું. એમાં અંગ્રેજીના યુ શેપમાં એક માળા જેવું ફસાઇ ગયેલુંઉ

મેગ્નેટીક મોતી ધરાવતી માળા મુત્રનલિકામાં જે રીતે ફસાયેલી એ જોતાં એ પેનિસ વાટે જ અંદર નાખવામાં આવી હશે એ વાત કન્ફર્મ થતી હતી. અલબત્ત,  એ વખતે બાળકની વધુ પુછપરછ કરવાને બદલે ડોકટરોએ થોડાક વધુ પરીક્ષણો કરીને મેગ્નેટીક માળાનું એકઝેકટ લોકેશન જાણ્યું અને પેટની ઉપર નાનકડુ કાણું પાડીને મૂત્રાશયમાંથી એ માળા બહાર કાઢી હતી માળાના મણકા પાંચ મિલીમીટરનો વ્યાસ ધરાવતા હતા એટલે જે માર્ગથી માળા ગઇ હતી ત્યાંજ કાઢવામાં આવે તો એનાથી પેનિસના આંતરીક ટિશ્યુ ડેમેજ થઇ શકે એમ હતા સંર્જરી પુરી થઇ ગયા પછી બાળકે કહી દીધું કે પેનિસનું કાણું કેટલું ઉડુ છે એ કુતુહલને કારણે તેણે એક પછી એક એક મણકા અંદર નાખવાનું શરૂ કર્યું હતું.(પ.૩પ)

 

(10:31 pm IST)