Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ભૂલથી અવળું જીન્સ પહેરી લીધું, હવે એ ફેશનનો ટ્રેન્ડ બની ગયો

લંડન, તા. પ : ર૦૧૯ની શરૂઆતમાં જ એક અજીબોગરીબ જીન્સ વેચાવા નીકળ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ જ શ્રેણીમાં વધુ એક વિયર્ડ જીન્સ ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી જીન્સની ટાંગ કપાઇ ગઇ હોય, ફાટી ગઇ હોય, માત્ર ફેમ જ હોય અથવા તો એક ટાંગ લૂઝ અને બીજી ટાઇટ એવી ડિઝાઇન્સ આવી હતી. જોકે હવે નોર્મલ જીન્સને ઉલટુ પહેરવાનો ટ્રેન સોશ્યલ મીડિયામાં ગતિ પકડી રહ્યો છે. લોકો પોતાના નોર્મલ જીન્સને અવળું કરીને પહેરી લે છે અને એમ જ બહાર નીકળી પડે છે. આવી તસવીરો સોશ્યલ મીડિયામાં તરતી મૂકવા માટે બીજાને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. (૮.૧૭)

(4:00 pm IST)