Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ટ્રમ્પની મેરિટવાળી ઇમિગ્રેશન સિસ્ટમને ટેકો આપવા ઇન્ડિયન અમેરિકનોએ વાઇટ હાઉસ સામે રેલી કાઢી

ટ્રમ્પને ટેકો  :અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની મેરિટવાળી ઇમિગ્રેશન સિસ્ટમને ટેકો આપવા હજારોની સંખ્યામાં ઇન્ડિયન અમેરિકનોએ ગઇ કાલે વાઇટ હાઉસ સામે રેલી કાઢી હતી.

બશીગ્ટન ૫: ડોનલ્ડ ટ્રમ્પની મેરિટ આધારિત ઇમિગ્રેશન યોજનાને ટેકો આપવા સેંકડો હાઇલી સ્કિલ્ડ ઇન્ડિયનોએ ગઇ કાલે તેમના જીવનસાથી અને બાળકો સાથે વાઇટ હાઉસ સામે વિશાળી રેલી યોજી હતી. રેલીમાં ભાગ લેનારાઓમાં લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યા છે. ટ્રમ્પની મેરિટ આધારિત ઇમિગ્રેશન યોજનાને કારણે લોટરી વીઝા અને ચેઇન વીઝા સિસ્ટમનો અંત આવશે.

રેલીમાં ભાગ લેનારાઓ દૂર-દૂરથી આવ્યા હતા. અમુક કેલિફોર્નિયા, શિકાગો અને ટેકસસથી પ્લેનમાં આવ્યા હતા તો બાકીના ન્યુયોર્ક, ફલોરિડા અને મેસેચુસેટ્સથી સેંકડો માઇલ ડ્રાઇવ કરીને રેલીમાં હાજર થયા હતા. રેલીમાં ભાગ લેનારાઓ હાઇલી સ્કિલ્ડ ઇન્ડિયનો વર્ષોથી અમેરિકામાં રહે છે અને એમાંથી અમુક તો દાયકોઓથી રહે છે. તેમણે ટ્રમ્પને એવી વિનંતી કરી હતી કે લીગલ પર્મનન્ટ રેસિડન્સીની મર્યાદા દેશમાંથી હટાવવાની જરૂર છે અને જો એમ કરવામાં આવશે તો હાઇલી સ્કિલ્ડ ઇન્ડિયનોના ગ્રીન કાર્ડનો જે ભરાવો થયો છે એ નાબુદ કરી શકાશે.

(4:19 pm IST)