Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ટોકયોની કેફેનું આકર્ષણ છે કોફી બનાવીને પીરસતો રોબો

કાર્ટૂન જેવી મોટી આંખો સાથે રોબો પૂછે છે, શું તમને સ્વાદિષ્ટ કોફી જોઇએ છે?

ટોકીયો, તા. પ : જપાનની રાજધાની ટોકયોની હેના કેફેમાં સોથર નામનો રોબો આકર્ષણનું કેન્દ્ર છે. એક જ હાથ ધરાવતો રોબો આકષૃણનું કેન્દ્ર છે. એક જ હાથ ધરાવતો રોબો કસ્ટમર્સને આવકારે છે અને વેન્ડિંગ મશીન દ્વારા ખરીદેલી ટિીકટ સ્કેન કરીને ઓડૃર બુક કરે છે. કાર્ટૂન જેવી મોટી આંખો સાથે રોબો પૂછે છે, શું તમને સ્વાદિષ્ટ કોફી જોઇએ છે? હું અહીંના માણસો કરતાં વધુ સારી બનાવી આપી શકું એમ છું.

ઓર્ડર કન્ફર્મ કર્યા પછી રોબોનો હાથ કોફી બીન્સ ગ્રાઇન્ડ કરીને, પેપર-કપમાં દુધ-પાણી મિકસ કરીને કોફી તૈયાર કરી આપે છે. થોડી જ ક્ષણોમાં ૩ ડોલર એટલે કે લગભગ બસો રૂપિયામાં કોફીનો મગ તૈયાર કરીને આપે છે. આ રોબો માત્ર કોફી જ નહીં, હોટ ચોકલેટ અને ગ્રીન ટી પણ બનાવીને સર્વ કરી શકે છે. કેકેના મેનેજરનું કહેવું છે કે આવી રોબો કેફે ચલાવવા માટે માત્ર એક જ વ્યકિતની જરૂર પડે છે.

બાકીનું તમામ કામ રોબો એની મેળે કરી લે છે એટલું જ નહીં. રોબોને કારણે કોફીની કવોલિટીમાં પણ સાતત્ય જળવાય છે અને લોકોમાં એનું આકર્ષણ રહેતું હોવાથી ઘરાકી પણ સારી એવી છે.

(4:44 pm IST)