Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

હવે હાર્ટમાં સ્ટેન્ટ નાખતી વખતે રેડ વાઇનના એન્ટિ-ઓકિસડન્ટ ઘટકો વપરાશે

ન્યુયોર્ક તા.૫: અમેરિકાની લ્યુસિયાના સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એવી સ્ટેન્ટ તૈયાર કરી રહ્યા છે જે ધીમે-ધીમે રેડ વાઇનમાંથી મળતાં એન્ટિ-ઓકિસડન્ટ્સ લોહીમાં રિલીઝ કરતી રહે જેનાથી હૃદયમાં બ્લડ-કલોટિંગ અને ઇન્ફલમેશન થયું હોય તો ઝડપથી એનું હીલિંગ થઇ શકે. સામાન્ય રીતે હૃદયમાંથી શરીરમાં લોહી લઇ જતી ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે રકતવાહિનીઓ સંકોચાય છે અને શિથિલ થાય છે જે અચાનક હાર્ટ-અર્ટક કે સ્ટ્રોકનું કારણ બને છે. હાર્ટ-ડિસીઝ માટે કોઇ એક સારવાર નથી, પરંતુ જીવનશૈલીના બદલાવોથી લઇને સર્જિકલ પ્રોસીજર સુધીના ઘણાબધા વિકલ્પો અવેલેબલ છે. અમેરિકાની લ્યુસિયાના સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવુ છે કે જયારે હૃદયમાંના બ્લોકેજને દૂર કરવા માટે સ્ટેન્ટ મૂકવામાં આવે છે ત્યારે સ્ટેન્ટની સાથે રેડ વાઇનમાંથી મળતા એન્ટિ-ઓકિસડન્ટ્સનો લોહીમાં સતત સ્ત્રાવ થતો રહે એવી મેકેનિઝમ તૈયાર કરવામાં આવી છે. એને કારણે જે-તે અસરગ્રસ્ત જગ્યા પરથી વધારાના ટિશ્યુઝ દૂર થાય છે અને નવું બ્લોકેજ થવાની સંભાવના ઘટે છે.

(11:55 am IST)