Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ડિપ્રેશનથી છુટકારો જોઇતો હોય તો દ્રાક્ષ ખાઓ

નવી દિલ્હી તા.૫: હતાશા અને અવસાદની માનસિક સ્થિતિમાં જો મૂડ સુધારવો હોય તો દ્રાક્ષ ખાવી જોઇએ એવું અમેરિકાના નિષ્ણાતોનું કહેવુ છે. તાજેતરમાં ન્યુયોર્કની યુનિવર્સિટીના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભોજનમાં દ્રાક્ષ સમાવવાથી માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. દ્રાક્ષ વિનાનું ભોજન કરનારાઓમાં હતાશા અને એન્ગ્ઝાયટી જેવા મનોવિકારો થવાની સંભાવના વધે છે. નેચર કમ્યુનિકેશન્સ નામની ઓનલાઇન મેડિકલ જર્નલમાં કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષમાં રહેલા પોલિફિનોલ ઘટકો મગજના કોષો અને ચેતાતંતુઓની સક્રિયતા પર અસર કરે છે. દ્રાક્ષમાં રહેલા બાયોએકિટવ ડાયટરી પોલિફિર્નાલ ઘટકો વ્યકિતના મગજને તણાવગ્રસ્ત નિરાશાની સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ કરે છે.

(11:54 am IST)