Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ટોઇલેટમાં સુસુ અને છી કરતી વખતે નીકળતા અવાજો દબાવી દે એવું સ્માર્ટ ડિવાઇસ શોધ્યું છે જેપનીઝ કંપનીએ

ટોકીયો તા. પ : એટિકેટ્સની બાબતમાં જપાન વિશ્વનો સૌથી વિનમ્ર દેશ છે. વિનયભંગ ન થાય એ માટે જેપનીઝો દરેક વાતની કાળજી રાખે છે. આ કાળજી ટોઇલેટમાં આવતા સંકોચ જન્માવનારા કુદરતી અવાજોમાં પણ તેઓ રાખે છે. મોટા ભાગે પબ્લિક ટોઇલેટમાં પાતળા પાર્ટિશન્સને કારણે અંદર સુસુ કરતી વખતે કે પોટી દરમ્યાન આવતા કુદરતી અવાજો બહાર સુધી સંભળાતા હોય છે, જેને દબાવવા માટે મોટા ભાગે લોકો ફલશ કે વોટર સ્પ્રે ચાલુ કરી દેતા હોય છ.ે જો કે જપાનની રોનલ્ડ નામની ઇલેકટ્રોનીક કંપનીએ એક ખાસ ડિવાઇસ શોધ્યું છે, જે દરેક ટોઇલેટની દિવાલ પર લટકાવી શકાય એમ છે.તેમણે સાઉન્ડ ડેકોરેટર નામનું ડિવાઇસ તૈયાર કર્યું છે, જેની ચાંપ દબાવતા કુદરતી અવાજો કરતાં વધુ લાઉડ અવાજ પેદા થાય છે અને એમાં સુસુ અને છીછી દરમ્યાન થતા અવાજો દબાઇ જાય છે.

(10:49 am IST)