Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

આ પ્લમ્બરની કમાણી છે UKના PMથી ૫૦% વધુ

વાર્ષિક આવક અધધ ૨ કરોડ રૂપિયાઃ યુકેની સરેરાશ સેલેરી કરતા સાત ગણુ કમાય છેઃ સપ્તાહના ૫૮ કલાક કામ કરે છેઃ વીકેન્ડમાં ફરમાવે છે આરામ

લંડન તા. ૫ : તેની આવક દેશના વડાપ્રધાન કરતા ૫૦% વધારે છે, લંડનના સૌથી મોંઘા એન્કલેવ પૈકીના એકમાં તેની પ્રોપર્ટી છે અને દર વર્ષે માલદિવ્સ, કેનેરી આઈલેન્ડ પર લકઝુરિસ વેકેશન માણવા જાય છે. રસપ્રદ એ કે, તે આટલી ભવ્ય લાઈફ ટોઈલેટના બ્લોકેજ અને લિકેજ નળને સાફ કરીને જીવે છે.

 

પ્લમ્બર તરીકે કામ કરતા સ્ટિફન ફ્રાઈએ સાબિત કરી દીધું છે કે, વેપાર કેમ શ્રેષ્ઠ છે. તેણે આ બધું માત્ર ૩૪ વર્ષની ઉંમરે મેળવી લીધું છે. તેની વાર્ષિક આવક આશરે ૨ કરોડ રૂપિયા છે અને તે વીકેન્ડમાં કામ કરતો નથી.

સ્ટિફને એક કાઉન્સિલ એસ્ટેટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેના પિતા એક બિલ્ડર અને સુપરમાર્કેટના સેલ્ફ સ્ટેકર છે. સ્ટિફને માત્ર ૧૭ વર્ષની ઉંમરે કમાવાનું શરૂ કરી દીધું હતું.

હવે સ્ટિફન લંડન સ્થિત પિમલિકો પ્લમ્બર્સ માટે સેલ્ફ એમ્પ્લોઈ તરીકે કામ કરે છે. તે કામના દિવસોમાં સવારે ૮દ્મક સાંજે ૬ સુધી કામ કરે છે અને આ ઉપરાંત ઓવરનાઈટ કામ પણ કરે છે અને કોઈ ઈમરજન્સી કોલ આવે તો ત્યાં પહોંચી જાય છે. આમ, તે સોમવારથી ગુરુવાર સુધી સતત ૫૮ કલાક કામ કરે છે.

સ્ટીફન કહે છે કે,, 'આ કામ તમને ખતમ કરી શકે છે. હું પિમિલિકોના સૌથી વધુ વળતર મેળવતા પ્લમ્બર્સ પૈકીનો એક છું, પણ સૌથી વધુ થાકી ગયો છું.' ફ્રાઈ કયારેક-કયારેક કામકાજ વચ્ચે થોડા કલાકો માટે ઊંઘ ચોરી લે છે. કયારેક નાઈટ શિફટમાં ઝપકી મારી લે છે પણ મોટાભાગે કોફી અને રેડ બુલ પીને ઊંધને દૂર ભગાડે છે.

ફ્રાઈને ૧૭ વર્ષની ઉંમરે તેના જોબ સેન્ટર એપ્રેન્ટિસશિપ કરવા સૂચવવામાં આવ્યું. તે વખતે હું તે જવા દેવા માગતો હતો. જો આજે મને ખુશી છે કે, હું તે દિવસે જોબ સેન્ટરમાં ગયો.' ચાર વર્ષની એપ્રેન્ટેસશિપ દરમિયાન તેને સપ્તાહના ૧૦૦ પાઉન્ડ મળતા હતા. ત્યારબાદ તેણે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો, આ સમયે તેની ઉંમર ૨૦-૨૧ વર્ષની હતી. પણ તેનું અસલી કિસ્મત તો ત્યારે ખુલ્યું જયારે તેણે પિમિલિકો પ્લમ્બર્સ કંપની માટે કામ કરવાનું શરૂ કર્યું. આ કંપનીનું નેટવર્થ આશરે ૨૨૫ મિલિયન પાઉન્ડ (આશરે ૨૦ અબજ રૂપિયા) છે.

આ કંપનીના માલિક ચાર્લી મુલિન્સનું કહેવું છે કે, તેમના ત્યાં ૨૨૫ પ્લમ્બર્સ કામ કરે છે જેમાંથી એક ડઝનથી વધુની વાર્ષિક આવક ૨ લાખ પાઉન્ડ(૧ કરોડ ૮૦ લાખ) થી વધુ છે અને અડધાથી વધુ લોકો ૧ લાખ પાઉન્ડથી વધુ કમાય છે તેઓ સ્ટીફન ફ્રાઈને તેમના ઉત્કૃષ્ઠ એમ્પ્લોઈ પૈકીના એક છે.

ફ્રાઈ યુકેની સરેરાશ સેલેરી કરતા લગભગ સાત ગણું વધુ કમાય છે. ફ્રાઈ કામકાજના દિવસોમાં ૧ કલાકના ૧૦૦ પાઉન્ડ જયારે ઓવરનાઈટમાં કલાકના ૨૦૦ પાઉન્ડ ચાર્જ કરે છે.(૨૧.૮)

 

(10:49 am IST)