Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સ્વિટ્ઝર્લેન્ડમાં હવે સમયને પણ પૈસા જેટલું મૂલ્ય આપવામાં આવ્યું

નવી દિલ્હી: સ્વીટ્ઝરલેન્ડમાં હવે સમયને પણ પૈસા જેટલું જ મૂલ્ય આપવામાં આવ્યું છે અને સમય બેંક એટલે ટાઈમ બેંક પણ ખોલવામાં આવે છે જેમાં વ્યક્તિ પોતે પોતાનો ટાઈમ ડીપોઝીટ કરી શકશે. અને ભવિષ્યમાં તે બચત કરેલા ટાઈમના બદલામાં કોઇ સેવા કે ઇચ્છીત સામાન મેળવી શકશે. આ એક ખુબ જ મહત્વનો પ્રયોગ છે. ખાસ કરીને સ્વીટ્ઝરલેન્ડમાં વયસ્ક વ્યક્તિઓની સંભાળ રાખવા માટે લોકોની જરુર છે અને વોલ્યન્ટર મળતા નથી એટલે કે સ્વૈચ્છીક રીતે લોકો સેવા માટે આગળ આવતા તેથી આ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. સ્વીઝ લોકો તેના સમયના થોડા કલાક વૃધ્ધોની સારસંભાળ અને દેખરેખ રાખે તો તે સમય તેની ટાઈમ બેંકના ખાતામાં જમા થઇ જશે. જ્યારે પોતાને આ પ્રકારની સંભાળની જરુર હોય તો તે સેવા મફત મળશે અથવા તો તેને કોઇ ચીજવસ્તુઓની જરુર હોય તો તેની ટાઈમની બચતના આધારે આ ચીજવસ્તુ પણ મેળવી શકશે. સ્વીટ્ઝરલેન્ડના હ્યુમન રાઈટ્સ કમિશને આ યોજના અમલમાં મુકી છે.

 

(7:02 pm IST)