Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

અમેરિકાના કેલિફોર્નિયામાં જોડિયા બાળકોને લઈને આવ્યો એક અનોખો કિસ્સો સામે

નવી દિલ્હી  : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી એક બાળકનો જન્મ વર્ષ 2021 અને બીજાનો વર્ષ 2022માં થયો હતો. બાળકોની માતા ફાતિમા મદ્રીગલે કહ્યું કે તે આ અદ્ભુત ઘટનાથી આઘાતમાં છે. આયલિન યોલાન્ડા ટ્રુજિલોનો જન્મ 1 જાન્યુઆરીએ બરાબર મધ્યરાત્રિએ નેટીવિદાદ મેડિકલ સેન્ટરમાં થયો હતો. પરંતુ તેનો ભાઈ આલ્ફ્રેડો એન્ટોનિયો ટ્રુજીલો તેના પહેલા 31 ડિસેમ્બર 2021ના રોજ રાત્રે 11.45 કલાકે દુનિયામાં આવ્યો હતો. બંને ભાઈ 15 મિનિટના અંતરે જન્મયા હોવા છતાં તેમની ઉંમરમાં 1 વર્ષનું અંતર આવી ગયું હતું. બાળકોની માતા ફાતિમા મદ્રિગલે કહ્યું, 'મારા માટે આશ્ચર્યની વાત છે કે તેઓ ટ્વિન્સ છે અને તેમના અલગ-અલગ જન્મદિવસ છે. હું ખુશ છું કે તેઓ મધ્યરાત્રિએ જન્મ્યા છે.' એલીન અને આલ્ફ્રેડો બંને સ્વસ્થ છે અને તેમનું વજન પણ તંદુરસ્ત બાળકો જેટલું છે. ગ્રીનફિલ્ડના કેલિફોર્નિયાના જોડિયા બાળકોની 2 મોટી બહેનો અને એક મોટો ભાઈ પણ છે. પરિવારમાં બાળકોના આગમનને લઈને બંને ઉત્સાહિત છે. તસવીરોમાં જોઈ શકાય છે કે બંને બાળકોએ આંખો બંધ કરીને રાખી છે અને તેઓ એક કામળામાં લપેટાયેલા છે. હાલમાં તેમની ચર્ચા ચાલી રહી છે કેમકે આ હેરાન કરનારો કિસ્સો છે.

(7:01 pm IST)